Gujarat

આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગરૂપે  બોડેલી સ્વામિનાસયણ મંદિર ખાતે ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય મહોત્સવ’ની ઉજવણી કરાઈ

બોડેલી ખાતે વીજ મહોત્સવ ઉજવાયો આઝાદી કા અમૃત મહોત્સવ ભાગરૂપે દરેક જિલ્લામાં મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઉજવણી કરવામાં આવી હતી
આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઉર્જા મંત્રાલય દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર 2047 વીજ મહોત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર, બોડેલી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત છોટાઉદેપુર પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહ તડવી સાહેબ, અતિથિ વિશેષ તરીકે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન બારિયા, જિલ્લા પંચાયત સભ્યો, અને એમ. જી.વી. સી.એલ ના એન્જિનિયર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશની આધારશીલા એ વીજળી છે. 20 વર્ષ પહેલા વીજ ક્ષેત્રે આ પરિસ્થિતિ નહોતી પરંતુ આજે વીજ ક્ષેત્રે ગુજરાતે અને ભારતે એટલી ઉપલબ્ધિ હાંસલ કરી છે, કે અન્ય દેશોમાં પણ ભારત વીજળીની નિકાસ કરી શકે તેમ છે. ગુજરાતમાં સોલરપ્લાન્ટ અંગે જાગૃતિ ફેલાવવાની પહેલ જે કોઈએ કરી હોય તો તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમજ મહાનુભાવોના હસ્તે ખેતીવાડી અને કુટીર જ્યોત ના લાભાર્થીઓને પ્રમાણપત્રી એનાયત કરાયા હતા.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે જ્યાં 24 કલાક વીજળી પ્રાપ્ત થાય છે અને અન્ય રાજ્યમાં પણ આજે 24 કલાક વીજળી પ્રાપ્ત થાય છે જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શક્ય બન્યું છે.વીજ કર્મીઓ 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી રહ્યા છે.વીજળી થકી ગામડામાં રોજગરીનો અવસર મળ્યો છે.
ગામડાઓમાં ઉદ્યોગો ખૂણેખૂણે વિકસ્યા છે.
 વીજળીના વ્યાપી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય છે અને વિદ્યાર્થીઓ વીજળીની વ્યાપક ઉપલબ્ધતાને કારણે આજે ઝળહળતી સફ્ળતા મેળવી રહ્યા છે રાજય સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે ભાજપ સરકાર સતત ચિંતિત છે. છેવાડાના માણસનું જીવન ધોરણ પણ ઊંચુ આવે તે માટે સરકાર દ્વારા ગુણવત્તાસભર સેવાઓ પુરી પડાય છે. તેમ જિલ્લા પંચાયત પ્રમુખ એ  જણાવ્યું હતું. ફાયદાઓ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, વીજળીના માધ્યમથી સ્માર્ટફોન તેમજ ઇન્ટરનેટ સેવા વધુ વ્યાપક બની છે.
આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગરૂપે  બોડેલી સ્વામિનાસયણ મંદિર ખાતે ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય મહોત્સવ’ની ઉજવણી કરાઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220730-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *