Gujarat

આણંદ કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ
આણંદમાં કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા વિવિધ વિભાગોને લગતા મંડળીઓના, વીજ જાેડાણના, જમીન માપણીના, પાણી-પુરવઠાના, ગેરકાયદે બાંધકામના, પ્રધાનમંત્રી આવાસ યોજના, એસ.ટી.ના, આંગણવાડીના, આયોજનના કામોના, ચૂંટણી કાર્ડના, પુરવઠા સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેની વિગતવાર ચર્ચા કરી હકારાત્મક ઉકેલ લાવવાની સાથે જે પ્રશ્નો પડતર રહ્યા હોય તે પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જાેવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કલેકટરએ ચોમાસની ઋતુમાં ખાસ કરીને જાેવા મળતા પાણીજન્ય રોગો મારફતે રોગચાળો ફાટી ન નીકળે તે માટે જરૂરી સાફ-સફાઇ સહિતના તકેદારીના તમામ પગલાં ભરવા જિલ્લાની તમામ નગરપાલિકાઓ સહિત તમામ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠકમાં આયોજનના કામો સહિત આંગણવાડીના મકાનોની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય તે જાેવાનું સૂચવી પ્રધાનમંત્રી અગ્રતાક્રમની યોજનાઓ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, લમ્પી ડીસીઝ સહિતી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે જાેવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ વડા અજીત રાજયાણ, નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.વી.દેસાઇ, જિલ્લા આયોજન અધિકારી, સાંસદ મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર અને ધારાસભ્યો સર્વ અમીતભાઇ ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, નિરંજનભાઇ પટેલ અને પૂનમભાઇ પરમાર, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આણંદ જિલ્લામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં કલેક્ટરે પ્રજાલક્ષી યોજનાઓ અને માળખાગત સુવિધાઓ ઉપર વિશેષ ભાર મુક્યો હતો. જિલ્લામાં વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જાેવા અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ હાલ વરસાદી ઋતુ હોવાના કારણે પાણીજન્ય રોગો મારફતે રોગચાળો ફાટી ન નીકળે તે માટે જરૂરી સાફ-સફાઇ સહિતના તકેદારીના તમામ પગલાં ભરવા પણ અપીલ કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કારગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *