Gujarat

આણંદ-ખેડા જિલ્લાના ખેડુતો રીંગણ અને ભટ્ટારીંગણની ખેતી તરફ વળ્યા

આણંદ
આણંદ-નડીઆદના હોલસેલના શાકમાર્કેટમાં અગાઉ દૈનિક ચાર ટન માલ આવતો હતો. તેની સામે ચાલુ વર્ષે માંડ દોઢ ટન માલ આવી રહ્યો છે. તેના કારણે રીંગણના ભાવ ઐતિહાસિક સપાટી વટાવીને ૬૦૦ રૂપિયે મણ સાદા રીંગણ વેચાઈ રહ્યાં છે. ભડારીંગણ રૂપિયા ૪૫૦ના ભાવે હોલસેલ માર્કેટમાં વેચાઇ રહ્યાં છે. આમ, ઘણા વર્ષો બાદ રીંગણના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. હાલમાં એક વીઘુ આ વર્ષે દોઢ લાખની આવક આપશે તેમ રીંગણની ખેતી કરનારા ખેડૂતોએ જણાવ્યું હતું. જે દરવર્ષે માંડ ૫૦ હજારની આવક આપતું હતું. છેલ્લા એક દાયકામાં કયારેય પણ રીંગણના હોલસેલ ભાવમાં રૂપિયા ૧૫થી વધુના ભાવે વેચાયા નથી. લગ્નની સિઝનમાં ભાવ સામાન્ય રીતે ઊંચા મળતા હતા. એ સિવાય રીંગણનો ભાવ ક્યારેય સારો મળ્યો નથી. જેના કારણે ખેડૂતોને ખેતી ખર્ચ પણ માંડ માંડ નીકળતો હતો. જેના કારણે ચાલુ વર્ષે ખેડૂતોએ રીંગણની ખેતી ઓછી કરી છે. તેમજ માવઠાના પગલે અન્ય જિલ્લામાં રીંગણના પાકને નુકશાન થતાં આવક ઘટી છે. તેના કારણે કયારેય જાેવા મળ્યા ન હોય તેવા ઐતિહાસિક ભાવ રૂપિયા ૪૫૦ થી ૬૦૦ રૂપિયે મણ મળી રહ્યા છે. છેલ્લાં ૫ વર્ષથી ૨ વીઘા જમીનમાં ભડા રીંગણની ખેતી કરૂં છું. વીઘે ૮થી૧૦ હજારનો ખર્ચ થાય છે. સીઝનમાં તેની સામે રૂપિયા ૩૦ હજારની આવક વીધે થતી હતી. પરંતુ ગત વર્ષે માર પડયો હતો. જેથી માંડ વીઘે ચાર માસમાં ૧૦ હજાર રૂપિયા જાેવા મળ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે ભાવ વધુ હોવાથી વીઘે ૮૦ હજારથી લાખની આવક થાય તેવી સંભાવના છે. હોલસેલ શાકમાર્કેટમાં સાદા રીંગણની માંગ કરતાં આવક ઘટી છે. દર વર્ષે ૫ ટન માલ દૈનિક આવતો હતો. તેની સામે ચાલુવર્ષે માંડ દોઢ ટન માલ આવ્યો છે. તેવી જ રીતે ભડા રીંગણનો પણ ઉતારો ઓછો છે. તેના કારણે ભાવ ઉંચકાયા છે. હાલમાં લીલા શાકભાજીની માંગ વધુ રહે છે. સુરતી ઉધીયુ અને લગ્નસિઝનમાં પણ રીંગણની માંગ વધુ હોય છે. તેના કારણે ચાલુ વર્ષે ૧૨૦ કિલોએ રીંગણ વેચાઇ રહ્યાં છે.આણંદ-ખેડા જિલ્લામાં રીંગણ અને ભડારીંગણની ખેતી તરફ ખેડૂતો છેલ્લાં એક દાયકાથી વળ્યા છે. ભડારીંગણનો ઉતારો વધુ હોવાથી ખેડૂતોને સારો નફો મળે છે. છેલ્લા કેટલાંક વર્ષથી રીંગણનું ઉત્પાદન વધી જતાં બજારમાં જરૂરીયાત કરતાં વધુ માલ આવતો હતો. તેના કારણે ચાલુ વર્ષે રીંગણની ખેતી છોડીને ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા હતા. જયારે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં રીંગણની ખેતી સારી થઈ હતી. પરંતુ ડિસેમ્બરમાં થયેલા ચારેક વખતના માવઠાના પગલે પાકને ભારે અસર થઈ હતી. તેના કારણે ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે.

Eggplant-wholesale-at-Rs-30-per-kg.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *