Gujarat

ઘરે પંખા સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાધો, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

અમદાવાદ નારોલ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. સગીરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની ઘટના બનતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ નારોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નારોલમાં સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી ગઈકાલે સગીરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે. ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ સગીરાએ નારોલ ગંગોત્રી નગર ન્યૂ ઉમંગ ફ્લેટમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે આત્મહત્યાની ઘટના બનતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ જેથી પોલીસ પણ નારોલ ગંગોત્રી નગર ન્યૂ ઉમંગ ફ્લેટમાં પહોંચી ગઈ હતી. જ્યાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સગીરાએ પોતાના ઘરે પંખા સાથે સાથે દોરી બાંધી અંતિમ પગલું ભર્યું હતું.

સગીરાની નારોલ રંગોલી નગર વિસ્તારમાં શક્તિ વિદ્યાલયમા અભ્યાસ કરતી હતી. જોકે નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે પરિવારની પૂછપરછ પણ શરૂ કરી છે.