Gujarat

આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ, માર મરાયાના આક્ષેપ

સુરત
સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશોત્સવમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ મુદ્દાઓને લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશ ઉત્સવને લઈને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. અથવા તો પછી જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોની હાજરી હોય ત્યાં શાળાઓમાં વાલીઓની હાજરીમાં તેમની સામે રજૂઆત કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ધારાસભ્ય કાનાણીની હાજરીમાં રજૂઆત કરતી વખતે આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી જતાં પોલીસને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી.જાેકે આપના વિપક્ષના નેતાએ કહ્યું કે, ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરોને માર મારીને કારના કાચ પણ તોડી નાખ્યાં છે. કાપોદ્રા વિસ્તારમાં મમતા પાર્ક પાસેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહેવાના હોવાની જાણ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમણે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેઓ શાળામાં પહોંચે તે પહેલા જ માથાકૂટ શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર ૪ના કોર્પોરેટરોને શાળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ તેમને ફરીથી શાળાની અંદર બોલાવી લેવાયા અને બહાર પોલીસ બોલાવી લેવામાં આવી હતી. થોડા સમય માટે ભારે હોબાળો મચી ગયો હતો.આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને શાળાની અંદર જાણે બંધક બનાવી દીધા હોય એ રીતે બેસાડી રાખવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા સહિતના આપના કોર્પોરેટર અને હોદ્દેદારો ત્યાં પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કેટલાક મુદ્દાઓની રજૂઆત કરવા માટે ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી કે, જે શાળા ચાલે છે. તેની આસપાસ મટન ની દુકાનો ધમધમી રહી છે. તેમ જ દારૂના જુગારના દાવ પણ ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓ જ્યારે આ રસ્તામાંથી પસાર થાય છે. ત્યારે આ દારૂડિયાઓ અન્ય દારૂ પીને મસ્તી કરતા હોય છે. તેને કારણે વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી થતી રહે છે. છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આ અને બંધ કરવા માટે કોઈ રસ દાખવવામાં આવ્યો નથી. માત્ર શાળા પ્રવેશોત્સવના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અમને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે શાળા ઉપર પહોંચતાં અન્ય પણ શાળાની અંદર જ પૂરી દીધા હતા. પણ શાળામાં પહોંચતા પહેલા જે બહાર લુખ્ખા તત્વો ઉભા હતા. તેમની સાથે જ કુમાર કાનાણી પણ ત્યાં જ ઉભા હતા. મારી સરકારી ગાડી ઉપર પણ આ લોકો તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ગાડીના કાચ તોડી દેવામાં આવ્યા છે. અમારા અન્ય કોર્પોરેટર ઉપર પણ હુમલો કરી દેવામાં આવ્યો છે. અમારા કોર્પોરેટર ભાવેશ ઇટાલીયાના કપડા ફાડી નાખવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આખા કાર્યક્રમમાં હાજર રહે છે. સ્વાગત સ્વીકારે છે. ફોટા પડાવે છે, અને જ્યારે આભાર વિધિ કરવાનું શરૂ કરે ત્યારે જ કોઇને કોઇ મોટો બખેડો ઉભો કરી દે છે. આજે તેમણે હદ કરી હતી. મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયાએ યોગ્ય રીતે રજૂઆત કરવાનું છોડીને ગાડી શરૂ કરી દીધી હતી. અમને તો અપશબ્દો આપ્યા હતાં. શાળામાં જે દાતાઓ છે. તેમના માટે પણ અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો. અમે વિરોધ કરવાની કે, રજૂઆત કરવાની આમ આદમી પાર્ટીને ના પાડતા નથી. પરંતુ તેની કોઈ પદ્ધતિ હોય. એ પદ્ધતિ અનુસાર રજૂઆત કરવી જાેઈએ. શિક્ષણ સમિતિની અંદર તેમનો પણ સભ્યો છે. ત્યાં કેમ તેઓ યોગ્ય રીતે રજૂઆત કરતા નથી. તો દારૂના અડ્ડા ચાલે છે અને મટનની દુકાન ચાલુ છે. તો સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને મ્યુનિસિપલ કમિશનરને પણ વાત કરો. દારૂના અડ્ડા ચાલતા હોય તેવી કોઈ વાત મારા ધ્યાન પર અત્યાર સુધી આવી નથી. શાળામાં આવેલા બાળકો અને તેમના વાલીઓની સામે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ગંદી ગંદી ગાળો આપવામાં આવી હતી. જે અશોભનીય છે અને કોઈપણ જનપ્રતિનિધિને છાજે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *