સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં નાવલી નદીનાં કાંઠે આવેલ બેઠકજી અને ખોડીયાર મંદિર તરફ જવાનો માર્ગ હવે સિમેન્ટ કોન્ક્રીટથી બને અને બારેમાસ અહીંથી બેઠકજી ખોડીયાર મંદિરે ભાવિકો દર્શન કરવા જઈ શકે તેવો બારમાસી પાકા રસ્તાનું નિર્માણ થાય તો ભાવિકોને પણ રાહત થાય. વળી આ રસ્તા પરથી આગળ બીડી કામદાર અને મણીનગર તરફ પણ જઈ શકાય તે માટે બંને નાવલી નદીના બીડી કામદાર વિસ્તાર અને મણીનગર વિસ્તારને જોડતાં એક પુલનું નિર્માણ વહેલી તકે થાય તો આ બંને વિસ્તારનો આવનજાવન વ્યવહાર બારમાસી ચાલુ રહી શકે.. આમ તો આ નદીમાં હાલ તો ગંદા પાણીનો જમાવડો જોવા મળે છે. જો કે આ ગંદા પાણીના નિકાલ માટે પણ કોઈ સુચારું પ્લાન વહેલી તકે અમલમાં આવે એવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. આ બેઠકજી અને ખોડીયાર મંદિરથી બીડી કામદાર તરફ જતો રસ્તામાં પર્યાપ્ત માત્રામાં સ્ટ્રીટ લાઈટની સગવડ થાય તે પણ જરૂરી છે..

