*વિક્રમ સાખટ રાજુલા
આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા સ્વામી વિવેકાનંદ નામની લાઈબેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું..
આજે સમગ્ર વિશ્વમાં આપણી ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરનાર અને યુવાનોના પ્રેરણા દાતા એવા સ્વામી વિવેકાનંદ ના જન્મ જયંતિ નિમિતે યુવાનો માં સ્વામીજી ના વિચારો ઉદભવે અને ગામના યુવાનો ખૂબ આગળ વધે તેને ધ્યાનમાં રાખીને લાઈબેરીનું ઉદ્ધાટન કરવામા આવ્યું હતું.
સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે આ લાઈબેરીમાં મુખ્યત્વે સરકારી ભરતીમાં જતા બાબરકોટ ગામના યુવાનોને સરકારી નોકરી મેળવવા માટેના જરૂરી પુસ્તકો મુકવામાં આવશે. તેમજ અન્ય પુસ્તકો અને ન્યુઝ પેપર પણ મુકવામાં આવશે.
તાજેતર મા પોલીસ કોસ્ટબલ ની દોડ તાલીમ લેવાઈ રહી છે ત્યારે ગામના અનેક યુવાનો આ દોડ તાલીમ પાસ કરી છે .ત્યારે તેમને લેખિત પરીક્ષાને ધ્યાનમાં રાખી તૈયારી કરવા માટેના તમામ પ્રકારના પુસ્તકો મુકવામાં આવ્યા છે.
સ્વામી વિવેકાનંદ લાઈબેરી નું ઉદ્ધાટન બાબરકોટ યુવાનો ઇન્ડિયન આર્મી ની ભરતીમાં દોડ તાલીમ અને મેડિકલ પરીક્ષા પાસ કરીને આવેલ ગામના યુવાન કિશન વિજયભાઈ સાંખટ અને પરેશ કાળુભાઈ સાંખટ ના વરદ હસ્તક શ્રીફળ, રીબીન કાપી અને દીપ પ્રાગટય કરી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્ધાટન દરમ્યાન બાબરકોટ ગામના ઉપસરપંચ શ્રી પ્રવીણભાઈ મુંજાભાઈ બાભણીયા ,નવા ચુંટાયેલા સરપંચ શ્રીમતિ કૈલાસબેન સાંખટ તથા બાબરકોટ ગ્રામ પંચાયત ના નવા ચુંટાયેલા સભ્યશ્રી બીજલભાઈ સાંખટ , ભાવુબેન ગોવિંદભાઇ સાંખટ , પાસાભાઈ સાંખટ , કાળુભાઇ શિયાળ, મુકેશભાઈ ચાવડા , વિલાસબેન કાનજીભાઈ શિયાળ, લસુબેન કિરણભાઈ સાંખટ , જીતુભાઇ વાળા, હંસાબેન જીવરાજભાઈ સાંખટ તથા છનાભાઈ રામભાઈ સાંખટ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈબેરીનું ઉદ્ધાટન થતા ગામના યુવાનો માં ખુશી જોવા મળી હતી.


