Gujarat

ઉનાના સીમાસી ગામે એક કલાકમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો…

જરગલી, કાણકીયા, કરેણી માં અડધો ઇંચ..

ઊના પંથકમાં બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવિજ સાથે ગઇ કાલે દેલવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને શહેરમાં વરસાદી ઝાંપડા વરસ્યા હતા. ત્યારે આજે વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ તાલુકાના સીમાસી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસી ગયેલ હોવાનું જાણવા મળેલ છે.  ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ચાલતા કરી દીધેલ અને સમગ્ર વાતાવરણ વરસી માહોલ જોવા મળેલ આ સીવાય આજુબાજુના ગામોમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં સીમાસી ૧ , કાણકીયા, કરેણી, જરગલી ગામમાં અડધો તેમજ આ સીવાયના અન્ય ગામોમાં વરસાદી ઝાંપટા પડેલ તો ક્યાંક અડધો ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

IMG-20220902-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *