આ કેમ્પેઇન અંગે વિસ્તૃત જાણકારી આપતા જિલ્લા અધ્યક્ષ રાજપૂતે જણાવ્યું હતું કે ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પમાં એક રજીસ્ટ્રેશન ફોર્મ હશે તે રજીસ્ટ્રેશન ફોર્મ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક એક ઘર સુધી જશે જેમાં રજીસ્ટ્રેશન નંબર વ્યક્તિનું નામ ગામ કે વોર્ડ નો નંબર વ્યક્તિનો મોબાઇલ નંબર અને કઈ વિધાનસભામાં છે તેનું રજીસ્ટ્રેશન થશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પાવતી ઉપરનો ભાગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાખેલેશે અને નીચેના ભાગમાં જે ગેરંટી કાર્ડ છે તે જનતાને સોંપી દેવામાં આવશે એટલે કે પહેલા તબક્કામાં આ રજીસ્ટ્રેશન થશે અને સાથે સાથે દરેક વ્યક્તિને ગેરંટી કાર્ડ આપવામાં આવશે દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં રોજગારી ગેરંટી કાર્ડ મહિલા ગેરંટી કાર્ડ વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે આમ ગેરંટી કાર્ડ આપી એક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે આવી રીતે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત માટે જે વિઝન રજૂ કર્યું છે ગુજરાતની જનતા માટે જે ગેરંટીઓ આપી છે એ રજીસ્ટ્રેશનના સ્વરૂપમાં સર્ટિફિકેટ ના સ્વરૂપમાં અને ગેરંટી કાર્ડના સ્વરૂપમાં એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કેમ્પિયન આવતી કાલથી હાથ ધરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

