ના. કલેકટરની હાજરીમાં અધિકારીઓની મીટીંગમાં શહેરી રસ્તા અંગે વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરાય.
ઊના – ઊના શહેર માંથી પસાર થતાં મુખ્ય નેશનલ હાઇવેમાં લાંબા સમયથી મોટાં પડેલાં ખાડા અને ત્રિકોણ બાગથી મચ્છુ નદીના પુલની બનેલી જર્જરિત હાલત તેમજ ભાવનગર રોડ વ્યાજપુર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં મુકાયો છે. ત્યારે રસ્તા પર ઉડતી ધુળની ડમરીઓનાં કારણે સર્જાતા વાહન અકસ્માતના બનતાં બનાવોમાં નિદોર્ષ માનવ જીંદગી છીનવાતી હોય છે. અને પંચાયત બાંધકામ પેટા વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગને લાંબા સમય સુધી માર્ગ ટકાઉ બંને તે મુજબની વ્યવસ્થા કરીને પાણીનો નિકાલ થઈ શકે. બંને સાઈડ પર ડામર રોડની સપાટીને કેન્દ્ર બિન્દુ પહોળા કરીને આ શહેરી વિસ્તાર માંથી પસાર થતાં રોડનું મજબુતિ કરણ પૂર્વક ટકાઉ કામગીરી કરીને લોકો શહેરીજનોની કાયમી ધોરણે મુશ્કેલી હલ કરવા નાયબ કલેકટર રાવલની ઉપસ્થિતિ વચ્ચે તમામ લાગતા વળગતા અધિકારી ઓની સંકલન સમિતિ બેઠક તાત્કાલિક બોલાવીને ઊના તાલુકાના ધારાસભ્ય પુંજાભાઈ વંશની હાજરી વચ્ચે શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે વેરાવળ રોડ થી ટાવરચોક અને બસ સ્ટેન્ડ તેમજ મચ્છુનદી નદીના પૂલથી વ્યાજપુર સુધીનો માર્ગ પર પડેલાં તમામ મોટા ભુવા પુરી આ રસ્તો તાત્કાલિક નવી ડામર સપાટી બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંને અધિકારીઓ દ્વારા બે દિવસમાં તાત્કાલિક આ બિસ્માર હાલતમાં મુકાયેલ માર્ગને મરામત કરી નવો બનાવવાં તંત્રએ ખાતરી આપી છે. ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ આ માર્ગ મજબુતી કરણ તંત્ર દ્વારા નહીં કરાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવા માટે પણ ચિમકી તંત્રના અધિકારીને આપતા તંત્ર પણ તાત્કાલિક દોડતું થયું છે. સંકલન સમિતિ બેઠકમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશએ તમામ અધિકારીઓ રસ્તા બાબતે અને લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે નિષ્ક્રિયતા રાખતાં તતડાવ્યા હતાં..


