Gujarat

ઊનાના કાણકબરડામાં માલઢોરને પીવાના પાણીનો અવેડો ખાલીખમ..

અવેડો ખાલી અને માલઢોર તરસ્યાથી ગ્રામજનો દુઃખી..

ઊના –  ઊના તાલુકાના નાના એવા કાણકબરડા ગામની મધ્યે માલઢોરને પીવાના પાણીનો અવેડો ખાલીખમ હોવાથી ગ્રામજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. ત્યારે અવેડો ખાલી હોવાથી પંચાયતના સત્તાધિશો પોતાનો લુલો બચાવ કરી રહ્યાં છે. પરંતુ આ બધી બાબત વચ્ચે માલઢોરની તરસ છીપાવવા અવેડામાં નિયમિત પાણી ભરાય તેવી માંગણી ઉઠવા પામેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના નાના એવા કાણકબરડા ગામની મધ્યેમાં આવેલ માલઢોરની સુખાકારી માટે પાણીનો અવેડો બનાવવામાં આવેલ છે. પરંતુ આ અવેડો છેલ્લા ૧૫ દિવસથી પાણી વગરના ખાલી હોય પંચાયતના સત્તાધિશોના પેટનું પાણી હલતુ નથી. બીજી તરફ ખાલી અવેડાના દ્રશ્યો જોયા પછી આ અવેડાની સાફ સફાઇ પણ થતિ ન હોવાનું દેખાઇ આવે છે. ત્યારે હાલ માલઢોર વરસાદમાં ભરાયેલ પાણીના ખાબોચ્યા માંથી પાણી પી ને પોતાની તરસ છીપાવી રહ્યાં છે. આ બાબતે કાણકબરડાના મહીલા સરપંચના પ્રતિનિધી પાંચાભાઇનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે લાઇટ ન હોવાથી અવેડો ખાલી હોય પરંતુ પોતાનો લુલો બચાવ કરતા હોય તેમ આગળ એમ પણ જણાવેલ હતુ કે અવેડો રીપેરીંગ કામ માટે તા.પંચાયતમાં ડિમાન્ડ મૂકી છે. અને પંચાયતમાં ઠરાવ પણ કરેલ છે. પરંતુ રીપેરીંગ કામની મંજુરી મળેલ નથી. ત્યારે આ બધી વાત બહુ પછીની હાલ માલઢોર માટે નિયમીત અવેડામાં પાણી ભરાય કે જેથી માલઢોર તરસ્યા ન રહે તેવી ગ્રામજનો માંથી ઉઠવા પામેલ છે.

ઊનાના-કાણકબરડામાં-માલઢોરને-પીવાના-પાણીનો-અવેડો-ખાલખમ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *