Gujarat

ઊનાના દુધાળા- સીમર- રોડ પર યુવાનને લાકડાના ધોકા વડે મારમાર્યો..

ઊનાના દુધાળા-સીમર રોડ પર બાઇક પર જતાં યુવાનને શખ્સે રસ્તા પર લાકડાના ધોકા વડે મારમારી તેમની પાસે રહેલ પાકીટમાંથી રોકડ રકમ લઇ નાશી છુટ્યો હોય આ બાબતે ઇજાગ્રસ્ત યુવાને પોલીસમાં શખ્સ વિરૂધ પોલીસ ફરીયાદ નોધી કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે.

સીમર ગામે રહેતા અશ્વિનભાઇ બીજલભાઇ ડાભી પોતાની બાઇક પર મેચ રમવા ગયેલ હોય ત્યાથી પરત દુધાળા થી સીમર ગામે જતો હતો. એ દરમ્યાન રસ્તામાં વળાંક પર અશોક કાળુભાઇ ડાભી નામનો શખ્સ લાકડા વડે અશ્વિનભાઇ પર હુમલો કરી મારમારતા પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને ત્યારે ઘટના સ્થળે બેભાન હાલતમાં ઢળી પડેલ હોય અને તેની પાકીટમાં રહેલા રૂ.૧૦ હજાર રોકડા લઇ નાશી છુટ્યો હોવાનો આક્ષેપ કરેલ છે. ઇજાગ્રસ્તને ઇમરજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ હોય આ અંગે અશ્વિનભાઇ બીજલભાઇ ડાભીએ હુમલો કરનાર શખ્સ સામે પોલીસ ફરીયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરેલ છે. અગાઉ પણ આ શખ્સ મારમારી ધમકી આપતો હોવાનું જણાવેલ.

-રોડ-પર-યુવાનને-લાકડાના-ધોકા-વડે-મારમાર્યો...jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *