ઉનાના માણેકપુર ગામમાં શ્રી ખોડીયાર ગૌ રક્ષક દળના યુવાન દ્વારા ગામમાં મહા ભયાનક લંમ્પી વાયરસ દીવસેને દિવસે વધુ વકરી રહ્યો હોય તેના કારણે મોટા પ્રમાણમાં પશુ ધનના મૃત્યુ પામી રહ્યા છે. જેથી ગામના સેવાભાવી યુવાનોએ પશુ ડોક્ટરની સલાહ મુજબ આયુર્વેદિક દવા જાતે બનાવી હતી. અને ગામમાં લોકોના ઘરે ઘરે જઈને ગાય માતા, બળદ, વાછરડા મુંગા પશુ ઝડપી સ્વસ્થ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ ભરતભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ પ્રતિનીધી સામતભાઈ ચારણીયા અને જિલ્લા કારોબારી ચેરમેન રૂડાભાઈને રજુઆત કરતા ઉના થી પશુ ડોક્ટર અમિતભાઈ અને તેમની ટીમ દ્વારા પશુ કેમ્પ પણ રાખવામાં આવેલ હતો. તેમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે પશુઓની સારવાર કરવામાં આવી હતી. અને જે પશુ વધુ બિમાર હતા તેમને ઘરે ઘરે જઈને સારવાર કરવામાં આવી હતી. આવીજ રીતે તમામ આજુબાજુના ગામના આગેવાનો અને યુવાનો પોત પોતાના ગામમાં કેમ્પ અને આયુર્વેદિક દવા બનાવી ઉપસાર કરવામાં આવે તો પશુ ધનને બચાવી શકાશે તેવી પહેલ પણ કરી હતી…


