ઊનાના સનખડા ગામમાં વિકાસના કામોથી વંચિત હોય જેના કારણે ગામ લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હોય જેના વિકાસના વિવિધ કામો તાત્કાલીક કરવા તાલુકા પંચાચત સદસ્ય પુનુબા માંડણભાઇ ગોહીલે જુનાગઢ ગીરસોમનાથ જીલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમાને લેખિત રજુઆત કરી માંગણી કરી હતી.
ઊનાના સનખડા ગામમાં બંધ હાલતમાં પડેલ પોલીસ સ્ટેશન કાયમી માટે કાર્યરત કરવા, સનખડા ગામને જોડતા રોડ સનખડા, ગાંગડા, ખત્રિવાડા, મોઠા, સોંદરડી, માણેકપુર, સનખડા, ગામને જોડતા રોડની અધુરી કામગીરી કરવામાં આવી હોય વેરાવળ-ભાવનગર હઇવે પર સનખડા -ગાંગડા ગામ તરફ જવા માટે સર્વિસ રોડ તાત્કાલીક કરવા, સનખડા એમ જી દામાણી હાઇસ્કુલ માધ્યમીક શાળા અતિ જર્જરીત અને જોખમી હોવાથી ચોમાસામાં બાળકોને અભ્યાસ કરવો મુશ્કેલી પડતી હોય આ જર્જરીત શાળાનું નવું બિલ્ડીંગનું બાંધકામ તાત્કાલીક મંજુર કરવા, સનખડા ગામ હેઠળ ૧૫ થી ૨૦ ગામો કાયમી સંકળાયેલ હોય જેથી સનખડા ગામના વિકાસની કામગીરીની તાત્કાલીક તપાસ કરાવી આગળની કાર્યવાહી કરવા તાલુકા પંચાચત સદસ્યએ જુનાગઢ ગીરસોમનાથ જીલ્લાના સાંસદને લેખિત રજુઆત કરી માંગણી કરી હતી.
