Gujarat

ઊનાના સામતેર પીએચસી કેન્દ્રમાં એમબીબીએસ તબીબ સમયસર કેન્દ્ર પર ન આવતા દર્દીઓ પરેશાન..

ઊનાના સામતેર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી એમબીબીએસ તબીબ સમયસર ન આવતા હોવાથી પી એસ સી સેન્ટર પર નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ સેન્ટરમાં સ્ટાફ પણ નિયમ મુજબ હાજર ન રહેતા નથી. પીએચસીમાં છેલ્લા ઘણા સમયથી તબીબની નિમણુંક અંગે અને તબીબના અભાવે વારંવાર ગ્રામજનોમાં ફરીયાદો ઉઠવા પામેલ હતી. સામતેર પ્રા.આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ૨૧ ગામો આવતા હોય અને આજુબાજુના ગામના પછાત ગરીબ મજુરવર્ગના લોકો રહેતા હોય કેન્દ્રમાં તબીબ સમયસર ન આવતા હોવાથી અવાર નવાર લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર પર કોઇ સમયસર હાજર રહેતા ન હોવાના લીધે ઇમરજન્સી કે પછી અન્ય સારવાર અર્થે આવતા દર્દીઓને સારવાર મળતી નથી. જેના કારણે આ વિસ્તારના લોકોને નાછુટકે ખાનગી વાહનમાં પોતાના ખર્ચ વધુ ટીકીટ ભાડાના ખર્ચીને ઉના હોસ્પીટલે ધક્કા ખાવા પડે છે. આ બાબતે સામતેર ગ્રામ પંચાયત સરપંચ એલ કે જાદવ દ્રારા તાલુકા બ્લોજ હેલ્થ ઓફીસરને લેખિત રજુઆત કરી તતાત્કાલીક આ પીએચસી સેન્ટરમાં સમયસર તબીબની નિમણુંક કરવા અને આવા તબીબો સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

સામતેર-પીએચસી-કેન્દ્રમાં-એમબીબી-તબીબના-અભાવે-દર્દીઓ-પરેશાન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *