Gujarat

ઊનામાં કોંગ્રેસનું અનેખો વિરોધ, ખાડા દેવો ભવ… મુખ્ય માર્ગમાં પડેલા ખાડાનું પૂજન કર્યું.

ઊના – છેલ્લા એક અઠવાડીથી મેઘરાજાએ પડાવ નાખીને વરસાદ વરસાવતા કહેવાતા વિકાસ ઉપરથી પડદો ઉચકાવી દીધો છે. ૨૦ ઇંચ વરસાદમાં શહેરને નરકથી પણ બત્તર હાલતમાં ફેરવાય ગયેલ છે. વાહન ચાલકોના કમળના મણકા ખખડાવી નાખે તેવા ખાડા ચારે બાજુ વરસાદી વહેણમાં તણાઇને રોડ પર જમા થયેલી ગંદકી ભૂગર્ભ ગટરના ખોલેલા ઢાંકણાથી વાહન ચાલકો, રાહદારીઓની જીદગી પર થયેલો ખતરો વરસાદનું જોર નરમ પડ્યાની કલાકો પછી નિચાણ વાળા વિસ્તારમાં ભરાયેલા પાણી આ બધુ જોતા તંત્રને શહેરના મુખ્ય નેશનલ હાઇવે પર પડેલા ખાડા નજરે પડતા ન હોય  અને જાણે કે વિકાસ શહેરમાં નર્કાગાર હાલતમાં મુકાયો હોય આવા સમયે ઉના શહેર કોંગ્રેસે સમીતીએ ચાલુ વરસાદે આ પડેલા ખાડાઓને તાત્કાલીક રીપેર કરવા પ્રજાની હૈયાહોળી થતીજ નથી. ત્યારે તંત્રને જગાડવા અનોખો કાર્યક્રમ આપી ધારાસભ્ય પુંજાભાઇ વંશ, કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તડાવીયા, યુવા શહેર પ્રમુખ કમલેશભાઇ બાંભણીયા, તા. પ્રમુખ રામભાઇ ડાભી સહીતના કોંગ્રેસ કાર્યકરોએ સવારે ઉના શહેરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઇવે લામધારના પાટીયાથી લઇ રેલ્વે ફાટક, ટાવર ચોક, ત્રિકોણ બાગ, બસ સ્ટેશન, મચ્છુન્દ્રી નદી પુલ, રોકડીયા હનુમાન મંદિર થી યાજપુર બાયપાસ સુધી પડેલા ચારે તરફ ખાડાઓમાં પાણીના ખાબોચીયા ભરાતા હોય અને અકસ્માતના કારણે લોકોની જીંદગી જોખમમાં મુકાતી હોય આવા ખાડાઓ ઉપર જઇ ખાડા દેવો ભવ નામે પડેલા ખાડાઓનું પૂજન કરેલ હતું. અને તંત્રને ઘોરનિંદ્રા માંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

૨૦૧૭ થી ઉના શહેરમાં ભુગર્ભ ગટર બાદ શહેરનો હાઇવે બિસ્માર હોય આ બાબતે ધારાસભ્ય પુંજાભાઇ વંશ દ્રારા વાહન ચાલકો અને રાહદારીઓ અને શહેરીજનોને પારાવાર પડતી મુશ્કેલીઓનો સામનો કરતા હોય અગાઉ અનેક વખત રજુઆતો કરવા છતાં નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓને પણ રજુઆત કરવા છતાં કોઇજાતની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી પ્રજાને હેરાનગતિ સહન કરવી પડતી હોય આ રસ્તાના ખાડા બુરવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ ટકાવ કરવામાં આવતી ન હોવાના કારણે દર ચોમાસાની સીઝનમાં નેશનલ હાઇવે પર અડધા ફુટથી લઇ દોઢ ફુટના મોટા ખાડા પડી જતાં હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય જેના કારણે રસ્તાઓ બિસ્માર બની જતાં હોય છે. વરસાદી પાણીના નિકાલની જવાબદારી ઉના નગરપાલીકાની બનતી હોય સમયાંતરે કલેક્ટર, ડે.કલેક્ટરની અધ્યક્ષતાની બેઠકમાં સુચના આપવા છતાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાના કારણે આ રોડ લાંબા સમય સુધી ટકતો નથી. શહેરના નેશનલ હાઇવે પર વાહન ચલાવવા મુશ્કેલી ઉભી થઇ રહી છે. અને આ પરીસ્થિતી નિર્માણ માટે માત્રને માત્ર નેશનલ હાઇવે ઓથોરીટી જવાબદાર છે અવાર નવાર વહીવટી વિભાગની મિટીંગમાં થતાં પ્રોસાઇડીગમાં ખાતરી આપવા છતાં યોગ્ય રીતે કામગીરી ન થતાં લોકોમાં ભારોભાર રોષ ફેલાયેલ છે.

બોક્ષ્ – અબીલ-ગુલાલ અને કંકુ છાંટી ખાડાનું પૂજન કર્યુ..

ધારાસભ્ય પુંજાભાઇ વંશ અને કોંગ્રેસના હોદેદાર કાર્યકરોએ ચાલુ વરસાદે સુત્રચાર બોલાવતા હાથમાં થાળી વેલણ લઇ વગાડી ખાડાઓના પાણી ઉલેચી તેમાં અબીલ-ગુલાલ અને કંકુ છાંટીને ખાડા દેવો ભવનું પૂજન કર્યુ હતું. અને આ અનોખો કાર્યક્રમ આપી વહીવટી તંત્રને જગાડવા સંદેશો આપ્યો હતો. અને ચોમાસાની ઋતુની આફતોજ પ્રજાએ વહેઠવાની તેમ જણાવી વરસાદના પગલે ચારે બાજુ પડેલા ખાડાઓ અને તેમાં ભરાયેલા પાણી પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલ્લી પાડી હતી. આ દ્રશ્યો જોઇ લોકો પણ સમસ્યાને ઉજાગર કરનાર કોંગ્રેસની વિરોધ કરવાની નિતીને આવકારી હતી…

ધારાસભ્યએ-ખાડામાં-અબીલ-ગુલાલ-નાખી-વિરોધ-કર્યો-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *