અમદવાદ
અમદાવાદમાં કોંગ્રેસના ૧૦ કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભંગાણના એંધાણ દેખાઇ રહ્યાં છે. તેમાં છસ્ઝ્ર નેતા વિપક્ષના પદને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તથા આંતરિક વિખવાદના લીધે ૧ વર્ષથી વિપક્ષ નેતા પદ ખાલી હતો. જેમાં રાજીનામા બાદ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર આકરા મૂડમાં જાેવા મળ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર ‘લડકી હું લડ સકતી હું’ ઝુંબેશ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે ‘લડકી હું લડ સકતી હું’ નારો પ્રિયંકા ગાંધીએ આપ્યો છે. જેમાં પ્રિયંકા ગાંધીએ નારો ભાજપ સામે લડવા આપ્યો છે. પણ મહિલા કોર્પોરેટરોએ પોતાના પક્ષમાં લડવા નારો અપનાવ્યો છે. જેમાં રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસના ૩ મહિલા કોર્પોરેટર આકરા મૂડમાં દેખાયા છે. તેમાં સોશિયલ મીડિયા પર લડકી હું લડ શક્તિ હું ઝુંબેશ કરી શરૂ કરી છે. અમદાવાદમાં કોંગ્રેસમાં ભંગાણ મામલે કોર્પોરેટરોના રાજીનામાં મુદ્દે સી.જે.ચાવડાએ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે કોર્પોરેટરો પોતાની રજૂઆત કરવા આવ્યા હતા. કોઈનું નામ નક્કી નથી, દરેકને સાંભળ્યા છે. તથા બધી ફરિયાદોનું નિરાકરણ કરાશે. દરેક સાથે વાત કરવામાં આવશે. હજુ સુધી કોઈનું નામ જાહેર કર્યુ નથી. એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે જેમાં દરેકને એક એક વર્ષ માટે લાભ આપવામાં આવશે. આજે આ કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે. જેમાં કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી ર્મિજા, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, નીરવ બક્ષી, ઇકબાલ શેખ, તસ્લીમ તિર્મિઝી, ઝુલ્ફીખાન પઠાણે પણ રાજીનામુ આપ્યું છે. વિપક્ષ નેતા પસંદગીના વિવાદનો અંત આવ્યો છે. જેમાં છસ્ઝ્ર વિપક્ષ નેતા પદે શહેઝાદ પઠાણનના નામની જાહેરાત કરાઇ છે. તેમાં વિવાદ અને વિરોધ વચ્ચે શહેઝાદ પઠાણના નામ પર મહોર વાગી છે. અગાઉ વિરોધમાં ૧૦ કોર્પોરેટરોના રાજીનામા હતા. તેમાં કોર્પોરેટરોના રાજીનામાનો પ્રદેશ પ્રમુખે અસ્વીકાર કર્યો છે. વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ બન્યા છે. તેમજ ઉપનેતા તરીકે નીરવ બક્ષીનું નામ જાહેર કરાયું છે. તથા વિપક્ષના દંડક તરીકે જગદીશ રાઠોડનું નામ સામે આવ્યું છે. તેમજ અમદાવાદ કોંગ્રેસમાં કકળાટ વધવાની શક્યતા છે.


