એકલવ્ય રેસીડેન્સી સ્કૂલોનો રાજ્ય કક્ષાનો કલ્ચર કાર્યક્રમ પંચમહાલ જિલ્લાના વેજલપુરની એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલના યજમાન પદે ભારે દબદબાભેર યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઇ હતી; જેમાં કાર્યક્રમના બીજા દોરમાં સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગની ઇવેન્ટમાં નિર્ણાયક તરીકે કાંકણપુર આર્ટ્સ કોલેજના આચાર્યશ્રી ડૉ જૈમિનિ શાસ્ત્રી, સિંગવડ કોલેજના અધ્યાપક ડૉ મહેશ પટેલ, બાહી હાઈસ્કૂલના શિક્ષક મોહસીન મીર, રાયસીંગપુરા સ્કૂલના શિક્ષક મહેન્દ્ર પરમાર, ડૉ ઝલક પટેલ સહિત પંચમહાલના નિર્ણાયકોએ રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં જજ તરીકે સુંદર અને તટસ્થ કામગીરી બજાવી હતી. આ કામગીરી બદલ એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુરના આચાર્યશ્રી ભદ્રેશભાઈ સુથાર અને સંગીત શિક્ષક શ્રી ગોપાલભાઈ પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની આદિવાસી જિલ્લાઓમાં આવેલી એકલવ્ય રેસીડેન્સિયલ સ્કૂલોના વિદ્યાર્થીઓએ વેજલપુર ખાતે રાજ્ય કક્ષાએ યોજાયેલ આ ફેસ્ટિવલમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.


