નેશનલ ગેમ્સ જાગૃતિ અંગેના અભિયાન ના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચાલી રહી છે સ્કૂલ- કોલેજમાં આના માટેના જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે દિગ્ગજ ખેલાડીઓ સાથે ભવ્ય પ્રોગ્રામ નાની નાની સ્કૂલ- કોલેજોમાં યોજાઇ રહ્યા છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાનોમાં રમતગમત પ્રત્યેની જાગૃતિ કેળવવાનો છે. આવું જ એક પ્રયાસ એસવીઆઇટી ખાતે કરવામાં આવ્યો હતો, જ્યાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ચિંતન મહેતા (ડી.એસ.ડી.ઓ.- આણંદ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે SVIT ના રાષ્ટ્રીય સ્તરના ૧૦૦ થી પણ વધુ ખેલાડીઓ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કુલ ૯૦૦થી પણ વધુ ખેલાડીઓ ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, વોલીબોલ અને રસ્તા-ખેચ જેવી વિવિધ રમતો રમી હતી.
નેષ્ટ ના ચેરમેન શ્રી રોનકભાઈ પટેલ અને ચિંતન મહેતા (ડી.એસ.ડી.ઓ.- આણંદ) પણ આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે ચેસ અને ટેબલ ટેનિસ રમ્યા હતા અને વિદ્યાર્થીઓને પોતાના જીવનકાળમાં કમસેકમ એક રમત હંમેશા રમતા રહેવું જેથી કરીને તેમનો સ્વાસ્થ સારો રહે અને રમત ગમતના માધ્યમથી નવા મિત્રો સાથે પરિચય થાય એવી સલાહ આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વિકાશ અગ્રવાલ (ડી.પી.ઈ.) દ્વારા કરવામાં આવ્યું હતું
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (ડી.પી.ઈ) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.


