રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ તાલુકા ના લીલવા ગામ માં એક મહિલાને પ્રસૂતિ નો દુખાવો ઉપાડતા 108 માં કોલ કર્યો હતો. જે કોલ કઠલાલ ની 108 ની ટીમ ને મળતા ની સાથે જ ત્યાં નાં હાજર સ્ટાફ ઈએમટી પરેશભાઈ અને પાઇલોટ દેવાંશુભાઈ તરત જ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા.ત્યાં ભાથીજી મંદિર વિસ્તાર માં 108 એમબન્યુલસ ઘટના સ્થળે પોહચી ને જોયું તો પ્રસૂતા બહેન ને અતિશય દુખાવો થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મા લઈ કપડવંજ હોસ્પિટલ જવા નીકળી ગયા હતા.પરંતુ પ્રસૂતા બહેન ને ડીલેવરી નો અતિશય દેખાવો ઉપડતા રસ્તા મા આબલીયારા રોડ પર લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે 108 એમ્બ્યુલન્સ ઉભી રાખી ને તાત્કાલિક પરેશભાઈ અને દેવાંશુભાઈ એ 108 એમ્બ્યુલન્સ માજ પ્રસુતિ કરાવવાની ફરજ પડતા ત્યાં પ્રસુતિ કરવી હતી.મહિલાએ એક તંદુરસ્ત બાળકી ને જન્મ આપ્યો હતો. બાળકી નુ વજન પણ 2 કીલો ને 600 ગ્રામ હતુ. પ્રસુતિ કરાવ્યા બાદ તેઓ ના પરિવાર મા ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી ત્યાર બાદ તેમને 108 એમ્બ્યુલન્સ મા પ્રાથમિક સારવાર આપી નજીક નાં કપડવંજ ત્રિભોવન દાસ હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા.અત્યારે માતા અને બાળક ની તબિયત સારી ને તંદુરસ્ત છે. પ્રસૂતા બહેનનાં સંબંધીએ અને હોસ્પિટલ ના ડોક્ટર તથા સ્ટાફે પણ 108 એમ્બ્યુલન્સ ની સેવા અને કામગીરી ને બીરદાવી હતી. અને આવી ઉત્તમ કમગીરી કરવા બદલ કઠલાલ 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ ઈમટી પરેસભાઈ અને પાઈલોટ દેવાંશુભાઈ ને બિરદાવ્યા હતા.


