રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ શહેર અને તાલુકા વિસ્તારમાં કામ કરતી આશા વર્કર અને ફેસીલીટેટરની બહેનોએ તેમની માંગણીઓને લઈ સી.ડી.એચ.ઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર કઠલાલ કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે સરકાર સાથે વાતા ઘાટો કરવા છતાં ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી રાજ્યની તમામ આશા વર્કર અને ફેસીલીલેટટર ને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવાની માંગણી પ્રત્યે દુર્લક્ષ સેવતા મહિલા શક્તિ સેના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી દ્વારા તારીખ 22.9.2022 થી અચોક્કસ મુદતની હડતાલના આદેશને પગલે આશા વર્કર અને ફેન્સીલીટેટર કામગીરી બંધ કરી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાઈએ છીએ આ દરમિયાન દર્દીઓ માતાઓ અને બાળકોને પડનારી હાલાકી ની સંપૂર્ણ જવાબદારી સરકારની અને આપની રહેશે તેમ આવેદન પત્રમાં જણાવ્યું હતું.


