નામદાર હાઇકોર્ટ માં હેબિયસ કોર્પસ રીટ દાખલ કરાતા જિલ્લા પોલીસ તંત્ર માં મચ્યો ભૂકંપ….
વંથલી પોલીસ ની નિષ્ક્રિયતા અને બેજવાબદારીઓ આવી સામે …..
વંથલી નજીક ના કણઝાધાર ગામે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર ના રાજુભાઈ મોહનભાઇ જાખેલીયા ની સગીર વય ની પુત્રી ગત તારીખ 18 ની રાત્રીના પોતાના ઘરેથી ગુમ થતા સવાર ના પરિવાર ના સદસ્યો દ્વારા સગા-સંબંધીઓ અને આસપાસ માં જાત તપાસ કર્યા બાદ મળી નહિ આવતા તે દરમિયાન ગામ ના જ વાછરાદાદા ના ભૂવા જીવાભાઈ સોલંકી એ ફોન કરી સગીર વય ની પુત્રીના પિતાને જણાવેલ કે તમારી દીકરી મારી પાસે છે. આવીને લઇ જાવ. પરિવારજનો દીકરી મળી ગઈ હોવાની ખુશી સાથે વાછરાદાદા ના ભુવાએ હેેમ ખેમ પ્રકારે આખો દિવસ બેસાડી રાખે સાંજે દીકરી નથી આપવી તેમ કહી અનેક લુખ્ખી ધમકીઓ આપી ભગાડી મુકેલ. પરિવાર પર આભ ફાટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ ઉભી થતા ના છૂટકે વંથલી તાલુકા પોલીસ મથકે પોતાની વેદના વ્યક્ત કરવા દોડી આવેલ. પણ તેઓને ક્યાં ખબર હતી કે આ ભુવાના છેડા ખાખી બ્રિગેડ માં પણ અડે છે. સગીર વય ની દીકરીના કિસ્સામાં પોલીસે તાત્કાલિક ફરિયાદ લઇ એક્શન મોડમાં આવવાના બદલે આ ફરિયાદીને યેનકેન પ્રકારે તપાસ કરીશું તેવું આસ્વાસન આપી પોલીસ સ્ટેશન માંથી કાઢી મુકેલ. બે દિવસ સુધી વંથલી પોલીસે ફરિયાદ રેકર્ડ ન કરતા સામાજિક આગેવાનો ના માર્ગદર્શન થી જિલ્લા પોલીસ તંત્ર ને રજૂઆત કરતા અંતે ના છૂટકે વંથલી પોલીસે તારીખ 21-07-2022 ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી. પરંતુ ફરિયાદી ની કરમ ની કઠણાઈ કહો કે ભુુવા નો પ્રકોપ…. વંથલી પોલીસે સગીર વય ની બાળા ને લલચાવી – ફોસલાવી ભગાડી જનાર આરોપી ને મદદ કરનાર ઈસમો ના નામ એફ આઈ આર માં ઈરાદા પૂર્વક દાખલ નહિ કરાતા પોલીસ સામે અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. સગીર વય ની બાળા ના પિતા એ અને પરિવારજનોએ વંથલી પોલીસ સામે સ્પષ્ટ આક્ષેપ કરતા જણાવેલ કે બનાવ બન્યો ત્યાર થી જ અમોને વંથલી પોલીસ દ્વારા પક્ષપાત થતો હોવાનો આક્ષેપ કરી સ્પષ્ટ જણાવેલ કે બબ્બે મહિના જેટલો સમયગાળો વીતી ગયો હોવા છતાં વંથલી પોલીસ દ્વારા મારી દીકરી શોધવાના કોઈ પ્રયત્નો નહિ કરાતા આ પરિવાર દ્વારા નાછૂટકે ગુજરાત ની વડી અદાલત ના દ્વાર ખખડાવવાની ફરજ પડી. નામદાર ગુજરાત હાઇકોર્ટ માં હેબિયસ કોર્પસ દાખલ થતા ની સાથે જ સમગ્ર સોરઠ ના પોલીસ તંત્ર માં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વિવાદો ના વમળ માં રહેલી વંથલી પોલીસ ફરી એક વખત વિવાદ માં આવી છે. અને અગાઉ ના વર્ષો ની સરખામણી માં હેબિયસ કોર્પસ ની પિટિશનો ચાલુ વર્ષ માં વધતા તે ચિંતાનો વિષય હોવા છતાં વંથલી પોલીસે તટસ્થ કાર્યવાહી ન કરાતા ગુજરાત ની વડી અદાલત દ્વારા આગામી તારીખ 10-10-2022 ના રોજ સગીર વયની દીકરી ને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ હાજર રાખવાનો હુકમ કરાતા પોલીસ તંત્ર માં ભૂકંપ સર્જાયો છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ ફરિયાદીના પરિવાર ને ન્યાય અપાવવા પ્રયત્ન કરશે કે ભુવા નો ભય યથાવત રહેશે. જોવાનું એ પણ રહ્યું કે પોલીસ અધિક્ષક દ્વારા નિષ્ક્રિય પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાશે કે હરહંમેશ ની જેમ પોલીસ અધિકારીઓ ને છાવરવાના પ્રયત્નો કરાશે તે તો સમય જ બતાવશે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


