Gujarat

કઠલાલ ઉમા ભવન ખાતે આનંદ મેળાનું આયોજન કરાયું

તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

કઠલાલ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ઉમા ભવન ખાતે ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું.સમાજની સૌ બહેનો દ્વારા ખાણીપીણીના સાત જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા અને અલગ-અલગ પ્રકારના વ્યંજનો બનાવી વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા.આનંદ અને ઉત્સાહ માટે કરવામાં આવેલ આ આયોજનમાં ખૂબ જ નજીવી કિંમતે મનોરંજન થાય તે ઉદેશ્યથી વ્યંજનોનું વેચાણ કરવામાં આવ્યું હતું.અને સૌ એ વ્યંજનો ના વખાણ કર્યા હતા.આ કાર્યક્રમમાં કચ્છ કડવા પાટીદાર સમાજ ની બહેનો દ્વારા સાત ખાણીપીણીના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.જેમાં રામદેવ ગૃપ,રવાણી ગ્રુપ,ઈશ્વર ગ્રુપ,મહાદેવ ગ્રુપ,હરિહર ગ્રુપ,વિમલ ગ્રુપ અને ટેકરા ગ્રુપ ના નામથીબહેનોએ સ્ટોલ બનાવ્યા હતા.અલગ અલગ 12જેટલી વાનગીઓ બનાવી મુકવામાં આવી હતી અને સૌએ તેનો ભરપૂર આનંદ માણ્યો હતો.સાથે સાથે અબાલ-વૃદ્ધ સૌને મનોરંજન અર્થે સ્ટેજ શોનું પણ આયોજન કરાયું હતું. જેમાં સૌ એ પોત પોતાનું પર્ફોમન્સ રજૂ કર્યું હતું.આ કાર્યક્રમના પણ સૌએ વખાણ કર્યા હતા.આમ કઠલાલ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ભવ્ય આનંદ મેળાનું આયોજન સમાજના સૌ ભાઈ બહેન ના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ પરસોત્તમભાઈ પોકાર પ્રમુખ તેમજ માવજીભાઈ ઉપપ્રમુખ,ખેતાભાઇ મંત્રી,નાનજીભાઈ ખજાનચી,દામોદર ભાઈ સહમંત્રી તેમજ પરેશભાઈ પટેલ યુવા પ્રમુખ સહિત સમગ્ર કચ્છ સમાજના દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20220108-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *