Gujarat

કઠલાલ સરકારી કોલેજ ખાતે ખેડા જિલ્લા નો સમર ઇન્ડક્શન વર્કશોપ યોજાયો.

લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ કઠલાલ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ખેડા જિલ્લાનો વન ડે સમર ઇન્ડક્શન વર્કશોપ ફોર સ્ટુડન્ટ અંડર ઇનોવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્ટેમ લોટિક્સ નડિયાદના માસ્ટર ટ્રેનર કેવલ પંચાલ,જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના નડિયાદના નિયામક કેશુભાઈ વાણીયા,ખેડા જિલ્લા નોડલ ઓફીસર તથા કઠલાલ કોલેજ ના આચાર્ય ડોક્ટર અમિતકુમાર પરમાર,સંયોજક ડો.નેહા ચૌહાણ, સહ સયોજક ડૉ.અભિષેક દરજી, પરેશ પટેલ તથા 12 કોલેજોના કોઓર્ડીનેટર અને 48 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.પ્રસ્તુત કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડોક્ટર અમિત પરમારે ઇનોવેશન ક્લબ નું મહત્વ અને તે વિદ્યાર્થીઓની કારકિર્દી માં કેવી રીતે ઉપયોગી થઈ શકે તથા ભારત જેવા વિકસિત દેશમાં ઇનોવેશન કેવી ભૂમિકા ભજવશે તેની માહિતી આપી હતી.ત્યારબાદ માસ્ટર ટ્રેનર કેવલ પંચાલે ડી આઇ વી કીટ દ્વારા વૈજ્ઞાનિક સાધનો અને તેની ઉપયોગીતા વિશે સમજ પૂરી પાડી હતી.

IMG-20220521-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *