Gujarat

કઠલાલ સીનીયર સીટીઝન ક્લબ દ્વારા પોરડા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય સેમિનાર યોજવામાં આવ્યો

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાની ભવ્ય સભ્ય સંખ્યા માં પ્રથમ ગણાતી કઠલાલ સીનીયર સીટીઝન ક્લબ નો ભવ્ય સેમિનાર પોરડા  ના સ્વામિનારાયણ મંદિર ખાતે યજમાન બીપીનભાઈ પ્રભુદાસ પટેલ ની નિશ્રામાં યોજાયો હતો આ સેમિનારમાં ક્લબના પ્રમુખ અરવિંદભાઈ શર્મા દ્વારા પધારેલા સૌ મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક પરિચય આપી આ સંમેલનના કરવા પાછળનો હેતુ સમજાવવામાં આવ્યો હતો તેઓએ જણાવ્યું કે આપણી ક્લબના ભૂતપૂર્વ સ્વર્ગસ્થ અશોકભાઈ રમણભાઈ ઠાકર પ્રમુખ હતા તેમના પુત્ર પ્રશાંત ઠાકર એક સામાજિક સેવક હોય પોતાના પિતાની વયના મહાનુભાવોનું સન્માન કરી તેમની યાદમાં પાકીટ રૂપે એક ભેટ દરેકને આપવા તેમ જ સૌ વડીલોના આશીર્વચન માટે આપણી વચ્ચે પધારેલ છે તેની સાથે સાથે ક્લબના નવા નિમાયેલા પ્રમૂખ અને મંત્રી તેમજ કારોબારી સભ્યોનું સન્માન કરવામાં આવ્યું અને ક્લબ ને અવિરત સેવા આપનાર લાલા ભાઈ (શાકભાજીવાળા)/ બીપીન કાકા/મુકેશભાઈ રામી વગેરે મહાનુભાવો નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત નવા નિમાયેલા કારોબારી સભ્યો અને વિશિષ્ટ વ્યક્તિઓ નું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું આ ઉપરાંત નવા નિમાયેલા કારોબારી સભ્યો અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે કઠલાલ લગન ના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ તેમજ હાલની નગરપાલિકાના ઉપપ્રમુખ હર્ષદ પટેલ વગેરે પધારી સૌ વડીલો નો ઉત્સાહ વધાર્યો હતો અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મંચસ્થ મહાનુભાવો ના હસ્તે સૌને પકિટો અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પધારેલ કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ નથુભાઈ પોકાર તેમજ ગામના અગ્રણીઓ દ્વારા નવા નિમાયેલા પદાધિકારીઓ સમાજ ઉપયોગી વધુ કાર્ય કરે એને દીર્ઘાયુ થાય તેવા અભિનંદન સહ આશિર્વચન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુરુચિપૂર્ણ સંચાલન ક્લબના નવા નિમાયેલા મંત્રીશ્રી આર જે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ અને મંચ સંચાલન કે એન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આમ નવા નિમાયેલા પ્રમૂખ /મંત્રીના સહિયારા પ્રયાસથી નવા વર્ષનો પ્રથમ સેમિનાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો

IMG-20220428-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *