Gujarat

કઠલાલના દાદા ના મુવાડા પાસેથી એલસીબી પોલીસે રૂપિયા 1,64,400 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસે કઠલાલ તાલુકાના દાદાના મુવાડા પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.એલસીબી પોલીસે ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે ઓફિસર ચોઈસ વિસ્કી ની 750 ml ની 60 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 30,000 તથા ઓફિસર ચોઈસ ક્લાસિક વિસ્કી 180 મિલી ની 1344 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 1,34,000 મળી કુલ રૂપિયા 1,64,400 નો વિદેશી દારૂ તથા ગાડી ની કિંમત રૂપિયા 12 લાખ મળી કુલ રૂપિયા 13,64,400 નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસે સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી.

IMG-20220907-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *