Gujarat

કડાણામાં અમિત શાહે કહ્યું, ‘૧ જાન્યુઆરી ૨૦૨૪એ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર હશે’

મહીસાગર
ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લામાં સ્ટાર પ્રચારકો અને મોટા-મોટા નેતાઓને પ્રચાર અર્થે મેદાને ઉતાર્યા છે. જેમાં એક બાદ એક જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર મોટા નેતાઓ સભા ગજવી રહ્યાં છે અને પાર્ટીને જીતાડવા અપીલ કરી રહ્યા છે. ત્યારે કડાણાના દીવડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ વિજય વિશ્વાસ સંમેલન સંબોધ્યું હતું અને સંતરામપુર બેઠકના ઉમેદવાર કુબેર ડીંડોરને જીતાડવા અપીલ કરી હતી. અમિત શાહ કડાણાના દીવડા ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સંતરામપુર બેઠકના ઉમેદવાર કુબેર ડીંડોરને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી. તેઓએ ગોવિંદ ગુરુને નમન કરી પ્રવચન શરૂ કર્યું હતું, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આદિવાસીઓ માટે કરવામાં આવેલી વિવિધ વિકાસના કાર્યોની વાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ૧ જાન્યુઆરી ૨૦૨૪ એ અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર બનીને તૈયાર થશે, તેમજ આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજના ભાજપે શરૂ કરી છે. જેનો લાભ દેશની જનતા લઈ રહી છે. તેમજ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આ વિજય વિશ્વાસ સંમેલનમાં મોટી સંખ્યામાં સંતરામપુર અને કડાણા તાલુકાના કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો, વડીલો ઉપસ્થિત રહ્યાં હતા.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *