Gujarat

કપડવંજ હનુમાનદાદા મંદિરમાં એકાદશી અને વર્ષ ના અંતિમ દિવસ નિમિતે ઉજવણી કરાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ નગરમાં આવેલ હનુમાનદાદા મંદિરમાં એકાદશી અને વર્ષ ના અંતિમ દિવસ નિમિતે અનોખી  ઉજવણી સ્વરૂપે સેવા કરવામાં આવી જેમાં ગુરુકૃપા માનવસેવા ટ્રસ્ટ તેમજ ગુજરાત પ્રેસ એન્ડ મીડિયા ના પ્રમુખ શ્રી ચેતનદાસ નંદુભાઈ પટેલ  જેમને  કોરોના કોરોના વોરીયર્સ,ભામાશા,ગરીબો ના બેલી  એવા અનેક  નામોના બિરુદ  કપડવંજ ગામ થી  લઇ તાલુકા  ના છેવાડા ના  ગામોની  જનતા જર્નાદનએ એમને  સન્માનિત કરેલ છે  તેમના દ્વારા ગરીબો માટે મોટા હનુમાનદાદા ને પ્રિય એવું ગોળ અને ચણા ના પૅકિંગો નું વિતરણ કરવા માં આવ્યું  જેમા તેમના સહયોગી મિત્રો ભાવિનભાઈ જોશી ,મંદિરના પૂજારી રમેશભાઈ ભટ્ટ,આકાષભાઈ ભટ્ટ,ઇલુભાઈ પટેલ,રવિભાઈ દેસાઈ,આર .વી . દેસાઈ ,નરેશ દેસાઈ,જીવરાજ દેસાઈ એ વિતરણ કર્યું હતું  અને હાલની આવી કડકડતી ઠંડીમાં પણ રાત્રિના સમયમાં કડકડતી ઠંડીમાં જો કોઈ રસ્તા પર ગરમ કપડાં વગર દેખાય અને જો કોઈ ભૂખ્યું હોય તો તેઓને પણ ચેતનભાઈ પટેલ તરફથી સેવા પૂરી પાડવામાં આવે છે.

FB_IMG_1640876349910.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *