Gujarat

કલ્યાણપુરમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડી મહિલાઓ સહિત ૧૨ શખ્સોની અટકાયત કરી

દ્વારકા
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના સીમ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે રાત્રે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી જુગારધામમાંથી બે મહિલાઓ સહિત કુલ ૧૨ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની રાતડા સીમ વિસ્તારમાં રહેતા ભરત રામશી કંડોરીયા નામના ૨૫ વર્ષના શખ્સ દ્વારા પોતાની વાડીના રહેણાંક મકાનમાં પોતાના અંગ ફાયદા માટે જુગારીઓને રમવા માટે સુખ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે રાત્રિના દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી જુગાર રમતા સુરેશભારથી નારણભારથી બાવાજી, દિલીપ નાનાલાલ મહેતા, ધરણાત મારખી કંડોરીયા, મનુભા ઘેલુભા માણેક, પ્રવીણ ભોવન ગોસ્વામી, ભરતભા પરબતભા માણેક, બાબુગર કેશુગર ગોસ્વામી, નાથુભા મહોબતસિંહ વાઢેર, અશોક છગનલાલ સોનૈયા, દુધીબેન ઉર્ફે દીપુબેન નાથુ સામત માડમ અને ટમુબેન નાગાજણ રામા જાડેજા નામના ૧૨ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા ૫૪,૧૦૦ રોકડા, રૂપિયા ૩૬,૦૦૦ની કિંમતના ૯ નંગ મોબાઈલ ફોન, રૂ. ૬૫,૦૦૦ની કિંમતની ૩ મોટરસાયકલ તથા રૂપિયા ૨ લાખની એક મોટરકાર મળી, કુલ રૂ. ૩,૫૫,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *