કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પડધરીના વિદ્યાર્થીની આશાબેન વિજયભાઈ પરમાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સોફ્ટબોલ ટીમમાં પસંદ થઈ આંતર યુનિવર્સિટી કક્ષાએ દિનબન્ધુ છોટુ રામ યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-મુર્થલ (સોનેપત) ખાતે તારીખ.૦૮/૦૩/૨૦૨૨ થી ૧૬/૦૩/૨૦૨૨ સુધી સ્પર્ધામાં ભાગ લઇ સારો દેખાવ કરી કોલેજનું નામ રોશન કરવા બદલ આ કોલેજના આચાર્યશ્રી શ્રીમતી.ડૉ.નીલા ઠાકર, દ્વારા અભિનદન પાઢવવામાં આવેલ. તેમજ શારીરિક શિક્ષણ કૉ-ઓડીનેટર ડૉ. સંદીપકુમાર વી. વાળા દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તથા કૉલેજના તમામ ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ, દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.
અહેવાલ- નિખીલ ભોજાણી


