રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર દ્રારા ‘નારી વંદન ઉત્સવ’ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઉજવણી તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૦૭/૦૮/૨૦૨૨ દરમિયાન અલગ અલગ થીમ પર વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તા.૭ ના રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી અને આઇ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગરની કચેરી ના સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી જામનગર બિનલ સુથાર પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઇ.સી.ડી.એસ. જામનગરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
આ કાર્યક્રમા મહિલાઓ અને કિશોરીઓ દ્રારા વિવિધ વાનગીઓ બાનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. અને તેમાંથી ઉત્તમ વાનગીઓ બનાવનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધાનો ઉદેશ મહિલાઓમાં ખોરાક અને આરોગ્ય વિશે જાગૃતા લાવવાનો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાની માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકો માટે સ્તનપાનના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ., દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી શહેર અને ગ્રામ્ય, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી વગેરે મહાનુભાઓ અને આંગણવાડી વર્કર તથા બહોળી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
