નિસાર શેખ,મહુધા
મહુધા કે.એમ.પટેલ પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 5 નાં વિદ્યાર્થી ની વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમા 100 થી 150 વાલી હાજર રહ્યાં હતાં આ અવસરે આચાર્ય હર્ષિત ભટ્ટ એક નવાં અંદાજમાં સૌ વાલી નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સૌ વાલીને સ્વાગત માં મિક્સ દાળ કે જેનો ઉપયોગ વાલી દ્વારા થાય એ વસ્તુ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં પોતાના બાળક નાં ભણતર વિષે સતત જાગૃત રેહતા વાલી નું શાળા નાં શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ વાલી મીટીંગ માં મહુધા કેળવણી મંડળ નાં કેમ્પસ ડાયરેક્ટર ડો મહેશ પટેલ તથા કારોબારી સભ્ય ચિરાગભાઈ ઠાકર હાજર રહ્યાં હતાં જેમાં મહુધા કેળવણી મંડળ નાં કેમ્પસ ડાયરેકટર ડો મહેશ પટેલ દ્વારા અસરકારક વાલી અભિગમ વિષે વાલી ને સમજ આપવામાં આવી હતી


