કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે રોપ-વેના માધ્યમથી ગિરનારના કુદરતી સૌંદર્યનો નજારો માણ્યો હતો. મંત્રી શ્રી આ સફરને આહલાદક, રોમાંચક અને આરામદાયક ગણાવી હતી. આ સાથે તેમણે માં અંબાના દર્શનના લ્હાવાને પોતાનું સૌભાગ્ય માન્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રતિભાવ ઉડન ખટોલાની વિઝીટ બુકમાં નોંધ્યો હતો.
