“ ગિરગઢડા
ભરત ગંગદેવ.
જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા કેશોદ-નાથદ્વારા બસ રૂટ શરૂ કરવામાં આવેલ છે.
આ બસ કેશોદથી દરરોજ બપોરના 12.30 કલાકે ઉપડી વાયા જૂનાગઢ (બપોરે 1.30 વાગ્યે), જેતપુર, રાજકોટ, ચોટીલા, લીમડી, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર થઇને વહેલી સવારે 4.45 કલાકે નાથદ્વારા પહોંચશે.
નાથદ્વારાથી આ બસ બપોરે 3.45 કલાકે ઉપડી, બીજા દિવસે સવારે 8 કલાકે કેશોદ ખાતે પહોંચશે.
આ એક્સપ્રેસ બસનું ભાડું રૂપિયા 443 છે.
ઉપરાંત આરતી સમયે નાથદ્વારા આ બસ પહોંચતી હોવાથી, ભાવિકોને શ્રીનાથજી ભગવાનની આરતીનો લાભ મળી શકશે.
વધુ માહિતી માટે સંપર્ક: 02871-236016 (કેશોદ ડેપો), 0285-2630303 (જૂનાગઢ ડેપો).
