Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ (શાપર)માં 73 માં  પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરાય

કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં 73 માં પ્રજાસતાક પર્વ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા ધ્વજ વંદન કરી કાર્યક્રમ ની શરૂઆત કરેલ હતી. જેમાં વેરાવળ ની કન્યા શાળા તેમજ અક્ષરધામ ટાઉનશીપ ખાતે સોસાયટી ના રહીશો એ દર વર્ષ ની જેમ આં વર્ષે પણ સામુહિક માં ધ્વજવંદન તેમજ રાષ્ટગાન કરી તિરંગા ને સલામી આપી હતી.જેમાં આં તકે સોસાયટી ના વૃદ્ધ વડીલો.બાળકો માતાઓ બહેનો મોટી સંખ્યા માં ગેટ પર ઉપસ્થિત રહી ને સમગ્ર ને કાર્યક્રમ ને દીપાવ્યો હતો. જેમાં આં પ્રસંગે 73 માં પ્રજાસતાક પર્વ ની શાન્તિધામ સોસાયટી માં આવેલ પ્રાથમિક શાળા ખાતે ગ્રામ પંચાયત માં સોસાયટી ના નવા ચૂંટાયેલા સભ્યો એ સાથે મળી રાષ્ટગીત ગાયને સામુહિક માં ધ્વજવંદન સહીત નો કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં આં સાથે શાપર-વેરાવળ માં હરસોલાસ થી પ્રાઇવેટ તથા સરકારી શાળાઓ માં ધ્વજ વંદન કરાયું હતું.આં કાર્યક્રમ માં શાંતિધામ સોસાયટી વોર્ડ ના સદસ્યો અનિરુદ્ધસિંહ વાધેલા, પારુલબેન ભૂત, મનીષાબેન સંચાણીયા, કલ્પેશભાઈ કુંનપરા,તેમજ શાપર-વેરાવળ ના પત્રકારો ગોપાલ નિમાવત,પંકજ ટીલાવત,ચીમન મહિડા કેતન ક્તબા,તેમજ શાન્તિધામ સોસાયટી ની પ્રાથમિક શાળા નો સ્ટાફ સહીત ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1643193970610.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *