Gujarat

કોટડાસાંગાણી માં એસ.ટી.બસ સ્ટેશનના સંકુલનું લોકાર્પણ કરાયું. 

શાપર-વેરાવળ:-મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ એ ઇ-લોકાર્પણ કયું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
કોટડાસાંગાણી
કોટડાસાંગાણી ખાતે નવનિર્માણ પામેલ એસ.ટી.બસ સ્ટેશનના નવા સંકુલની ઇ લોકાર્પણ વિધિ આજે મુખ્ય મંત્રી એ કર્યુ હતું આજે તેઓએ રાજ્યભરના એસ.ટી.બસ સ્ટેશનો તથા વર્કશોપની ઇ- લોકાર્પણ વિધિ કરી હતી .જયારે 10 એસ.ટી.સ્ટેશનોનુ ઇ – ખાતમુહૂર્ત કર્યુ હતું
આ પ્રસંગે રાજકોટ 71- ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા રાજકોટ ગ્રામ્ય 71-વિધાનસભાના સંયોજક 10- ના ઈન્ચાર્જ શ્રી  વિનુભાઈ નરશીભાઈ ઠુંમર શિક્ષણ પાણી પુરવઠા મકાનો આરોગ્ય તથા વાહન વ્યવહાર ક્ષેત્ર સહિતની વિકાસ લક્ષી સુવિધા ની માહિતી આપી હતી. તેઓએ મુસાફર જનતાની સુવિધાઓ માટે 1000 નવી એસ.ટી.બસ અને 50 ઇલેક્ટ્રીક બસ આધુનિક યુગમાં આપેલ છે. કોટડાસાંગાણી એસ.ટી.સ્ટેશન સંકુલના મેદાનમાં ઉભા કરાયેલ સંમારોહમા તાલુકા ભરમાં થી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા રાજકોટ ગ્રામ્ય 71-વિધાનસભાના સંયોજક વિનુભાઈ નરશીભાઈ ઠુંમર તાલુકા સંગઠન તેમજ રાજકોટ જિલ્લા ના તમામ શક્તિ કેન્દ્ર ના ઈનચાર્જ કાર્યકર્તા ઓ તેમજ એસ.ટી.કર્મચારીઓ સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1657463426224.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *