Gujarat

ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

દ્વારકા
ખંભાળિયાના ધારાસભ્ય અને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મંત્રી મુળુભાઈ બેરાએ સૌ પ્રથમ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ હર્ષદ માતાજીના દર્શન કરી હાથલા ખાતે શનિદેવના દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું. હાથલા મુકામે ગ્રામજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઝારેરા ખાતે સંત શિરોમણી દાસારામ બાપાના દર્શન કર્યા હતા. જ્યાં તેઓની સાકરતુલા પણ કરવામાં આવી હતી. મુળુભાઈ બેરાએ પોલીસ પ્રસાશન સાથે રહી વૃક્ષારોપણ પણ કર્યુ હતુ. તેઓએ જણાવ્યું હતુ કે, દ્વારકા જગતમંદિર ખાતે પ્રવાસન ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્ય હાથ ધરી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *