Gujarat

ખાતરનો ભાવ વધારો પરત ખેંચી ખેડૂતો પરનો બોજ વધતો અટકાવવા બાબતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જીલ્લા સેવા સદન નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું,

અગાઉ ગત વર્ષે તા.૭ એપ્રિલ ૨૦૨૧ ના રોજ રાસાયણિક ખાતરનો 50 થી 60% જેટલો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો.તે વખતે ડી.એ પી. ખાતરની 1200– રૂપીયાથી વધારીને 1900 થવાના હતા. એસ. એસ પી ખાતરણા 975 રૂપીયા વધારીને 1350/ થવાના હતા. ભાવવધારાનું  ખેડૂત,ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા  સખ્ત વિરોધ કરાયો હતો. ખેડૂત સંગઠનનો અને  રાજકીય પક્ષોના વિરોધને ધ્યાનમાં રાખી તા-૯ મી એપ્રિલના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી આ ભાવ વધારાનો બોજ ખેડૂતો માથે નહી જે પડવી દેવાય અને સરકાર સબસીડીની રકમ વધારીને સરભર કરશે એવી જાહેરાત કેન્દ્રીય મંત્રીની મનસુખભાઇ માંડવીયાએ કરી હતી ત્યારે સ્પષ્ટ દેખાતું હતું જ કે આ ભાવ વધારાની યોગ્યતા ચકાસ્યા વગર જ કંપનીઓને આપવા માટે સરકારે કરેલું પડયંત્ર હતું ખેડૂત ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોની જાગૃતિને કારણે સરકાર ખેડૂતોને  લૂંટીને કંપનીઓને નફો વધારી આપવા માંગતી હતી તે ના કરી શકાયું એટલે ઉત્પાદન ખર્ચનું કોર્સ ચેકિંગ  કર્યા વગર જ સરકારે સબસીડીની રકમ વધારીને કંપનીઓને ફાયદો કરાવી આપ્યો અને તાત્કાલીક ખેડૂતોના રોષને ટાળવાનું કામ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220112_141713.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *