રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પત્રકાર એકતા સંગઠન (ખેડા જિલ્લા) અને ગુજરાત પ્રેસ એન્ડ મીડિયા ક્લબ ના સંયુક્ત ઉપક્રમે પ્રમુખ ચેતનદાસ એન. પટેલ નો ખેડા જિલ્લાના ૮-તાલુકાઓના પત્રકાર સાથી મિત્રો દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો
કપડવંજ બંધન ગાર્ડન હોટલ ખાતે પત્રકાર એકતા સંગઠન ખેડા જિલ્લા અને ગુજરાત પ્રેસ એન્ડ મીડિયા કલબ ની મીટીંગ યોજાઇ હતી.આ કાર્યક્રમમાં કઠલાલ,કપડવંજ, મહુધા,ડાકોર અને મહેમદાવાદના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વિષ્ણુભાઈ પારેખ તથા પત્રકાર મિત્રો દિનેશભાઇ જોશી, ઉમંગભાઇ જોષી,ચંદ્રકાંતભાઈ વાળંદ,રાજેશભાઈ પંચાલ, જશવંત ભાઈ કંસારા,અલકેશભાઇ જોષી તેમંજ ભાવિનભાઇ જોષી દ્વારા ચેતનદાસ પટેલ નું પત્રકાર એકતા સંગઠન ખેડા જિલ્લાના પ્રમુખ બનવા બદલ તેમજ તેમની સામાજિક કામગીરી બદલ સન્માન કરવામા આવ્યું હતું.આ પ્રસંગે કઠલાલ પત્રકાર મિત્રો રાજેશ દવે, પ્રવીણસિંહ ચાવડા ,વિજયસિંહ સોઢા પરમાર,રાકેશ શાહ,બિપિન પંડ્યા,મકસુદ કારીગર,કિશનસિંહ રાઠોડ,મુકુંદ જોશી,ઈરફાન મલેક, નિસાર શેખ,ભરત તળપદા,અમિત પટેલ, તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


