નડિયાદ
કઠલાલના કઠાણામાં રહેતા બળદેવભાઇ પરમાર ગત તા.૨૭ માર્ચના રોજ મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવી ઘરે આવી રહ્યા હતા. તે સમયે બાલાસિનોર તરફથી આવતી એક ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બળદેવભાઈના મોટર સાયકલને અડફેટ મારી હતી. જેથી તેઓને શરીરે ઈજા પહોંચી હતી. તે સમયે ગાડીના ચાલકે સારવારનો ખર્ચ આપવા સહમતી બતાવી હતી પરંતુ દવાનો ખર્ચ વધુ આવતા ખર્ચ આપવાની ના પાડતા કકઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. કઠલાલના બદરપુરમાં રહેતા વર્ષાબેન શર્મા કંપનીમાં નોકરી પર જવા માટે રીક્ષામાં બેસી જઇ રહ્યા હતા. રીક્ષા હલદરવાસ નજીકના પેટ્રોલપંપ પાસેથી પસાર થઇ રહી હતી તે સમયે સામેથી આવતી એક રીક્ષાના ચાલકે તેની રીક્ષા પુરઝડપે હંકારી રીક્ષાના અડફેટ મારતા વર્ષાબેનને શરીરે ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે વર્ષાબેન શર્માએ મહેમદાવાદ પોલીસ મથકે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


