સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–સાવરકુંડલા શાળા નંબર ૪ની વિદ્યાર્થીનીઓએ ખેલમહાકુંભમાં સુંદર દેખાવ કર્યો હતો આજરોજ તા૨૩/૩/૨૦૨૨ના રોજ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં બ્રાન્ચશાળા નંબર.૪ ની વિદ્યાર્થીનીઓ ફાઈનલમાં રનર્સ અપ રહી હતી. આ ટીમ જિલ્લા કક્ષાએ સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત ૬૦૦ મીટર દોડમાં ચારોલા મનીષા તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.
આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓ હેતલ, હેતવી, હિના ,માનસી , જ્યોતિ,મયુરી, અંકિતા ,સીમા, મીરા અને દયા એ ભાગ લીધો હતો. આ તકે કોચ તેજલબેન રવિયા તેમજ શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ મહેતા અને શાળાના તમામ શિક્ષકોએ બધા જ ખેલાડીઓને જિલ્લાકક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.


