Gujarat

ખોડલધામમાં આજે ટ્રસ્ટીમંડળ સહિત ચાર અલગ અલગ બેઠક યોજાઈ

જેતપુરના કાગવડ સ્થિત ખોડલધામમાં આજે અલગ અલગ ચાર બેઠક યોજાઈ હતી, જેમાં સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી અને બાદમાં ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાઈ હતી.
ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યા હતા તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
ખોડલધામમાં આજે નરેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં નરેશ પટેલે રાજકીય પ્રવેશ અંગે માર્ગદર્શન માગ્યું હતું. એમાં કન્વીનરોએ રાજકારણમાં જોડાવવાની સંમતિ આપી હતી. આગામી દિવસોમાં તાલુકાના સક્રિય કન્વીનરોની બેઠક મળશે, જેમાં પણ નરેશ પટેલ રાજકીય પ્રવેશ અંગે કન્વીનરોનાં મંતવ્યો જાણશે.
ટ્રસ્ટીમંડળની બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર મારા મિત્ર છે. ગઇકાલનો તેનો નિર્ણય અંગત નિર્ણય છે. કોંગ્રેસમાં નહીં જોડાઈ એવું કહ્યું છે, પણ મારી સાથે તેઓ હંમેશાં રહેશે. હું રાજકારણમાં જોડાઇશ તો એ મારા સપોર્ટમાં જ રહેશે. સરવે પૂર્ણ થયો નથી, પરંતુ એ પૂર્ણતાના આરે છે. અત્યારસુધી સરવેમાં વડીલો મારી ચિંતા કરે છે કે રાજકારણમાં ન જોડાવ, પરંતુ યુવાનો ઈચ્છે છે કે હું રાજકારણમાં જોડાવ. આ મહિનાના અંતમાં હું તારીખ જાહેર કરીશ અને એ તારીખે હું મારો નિર્ણય જાહેર કરીશ, હવે જાજો સમય નહીં લઉં.
સરવે પૂર્ણ થવા પર સૌની નજર
ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌકોઈની નજર છે. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.
ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મીડિયા મિત્રોનાં સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું
આજે કાગવડ ખોડલધામ ખાતે નરેશ પટેલનાં અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા રાજકોટ તેમજ જેતપુર ના તમામ પત્રકારો મીડિયા મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જેતપુરના પત્રકાર હરેશ ભાલીયા,નિલેશ મારું,વિક્રમસિંહ ચુડાસમા,આશિષ મહેતા,ધ્રુવ મારું તેમજ અન્ય પત્રકાર મિત્રોને ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ખેસ પહેરાવીને સન્માન કરવામા આવ્યું હતું
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220427-191033__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *