Gujarat

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ થયેલ ગેરરીતિ અંગે અખબારી યાદી

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વર્ષ ૧૯૭૯થી કાર્યરત છે. જેમાં સમયાંતરે સહાયના ધોરણો બદલવામાં આવેલા છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ગંગા સ્વરૂપા બહેનોને ચુકવવામાં આવતી સહાયનું ધોરણ વધારી હાલમાં દર માસે રૂ.૧૨૫૦/-ની આર્થિક સહાય સીધા લાભાર્થીના ખાતામાં જમા આપવાની યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મામલતદાર કચેરી મારફત હાલ અમલીકૃત છે. તા.૦૧/૦૧/૨૦૨૧થી સરકારશ્રીના ડીજિટલ ગુજરાત પોર્ટલ પર સમગ્ર પ્રક્રીયા ઓનલાઈન મોડમાં લઈ જવામા આવેલ છે

માન.કમિશ્નરશ્રી,મહિલા અને બાળ વિકાસ વિભાગની સુચનાના આધારે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એન.એસ.એ.પી.પોર્ટલ પર ગીર સોમનાથ જિલ્લાના તમામ લાભાર્થીઓનાં નામ અને તેની બેંક/પોસ્ટ ખાતા મુજબનાં નામનું વેરીફીકેશન કરતા ઉના તાલુકાના દેલવાડા ગામના લાભાર્થી શાંતુબેન બાલુભાઇ બાભણીયાના એકાઉન્ટમા ઉના મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સ એજન્સી મારફત કામ કરતા ઓપરેટર વિનોદભાઇ રમેશભાઇ સોલંકીનુ નામ નીકળતા મજકુર ઓપરેટરના ખાતાની વિગતો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાંથી કઢાવતા લાભાર્થીની સહાય પોતાના ખાતામાં મેળવતા હોવાનુ જણાઈ આવેલ હતું. જે અંગે વધુ વિગતો માટે મામલતદાર કચેરીની રૂબરૂ મુલાકાત કરવામાં આવતા તેઓના ધ્યાને પણ આ સિવાય અન્ય ૮(આઠ) લાભાર્થીઓની ગેરરીતી ગત તા.૨૯/૦૮/૨૦૨૨ના રોજ આવેલ હોવાનું અને તેની તમામ વિગતો ચકાસણી કરી રહ્યા હોવાનું જણાવેલ હતું.

આમ કુલ ૯(નવ) લાભાર્થીની સહાયમાં આવી ગેરરીતિ કરવામાં આવી હોવાનું તેમજ આવી રકમ તેમના પોતાના અને સંબંધીઓનાં ખાતામાં તબદીલ કરી હોવાની બાબત સબંધિત તંત્રના ધ્યાન પર તા.૨૯/૦૮/૨૦૨૨ના રોજ આવેલ હતું અને તેની વિગતો એક્ઠી કરવાની કાર્યવાહી ચાલુ હતી, તે દરમિયાન ઉપરોક્ત વિગતો બાબતે માન.ધારાસભ્યશ્રી,ઉના વાકેફ થતા તેમના દ્વારા ગત તા.૦૧/૦૯/૨૦૨૨ના રોજ લેખિત રજુઆત કરેલ હતી પરંતુ એ પહેલાં જ સમગ્ર ગેરરીતિની બાબત તંત્રના ધ્યાન પર આવી ગયેલ હતી અને તેની વિગતવાર તપાસ કરાવી આધારભુત પુરાવાઓ અને દસ્તાવેજો એકઠા કરી મામલતદારશ્રી,ઉનાને સદર ગેરરીતી બાબતે સબંધિતો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરી ગત તા.૦૨/૦૯/૨૦૨૨ના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *