પાનવડ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન, ૧૧૧૮૪૦૧૦૨૨૦૦૮-૨૦૨૨ ઇપી.કો કલમ. ૪૦૬, ૪૨૦, ૪૮૯(એ), ૪૮૯(બી), ૧૨૦બી, ૫૦૬(૨) મુજબનો ગુનો જાહેર થયેલ હોય જે ગુનાની હકીકત એવી છે કે, આ કામના આરોપી (૧) અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી રહે, વડોદરા શહેર જેના મોબાઇલ નંબર ૯૦૨૩૧૭૩૭૩૧ તથા ૭૫૩૨૮૩૩૩૩૩ ના હોય તથા બે અજાણ્યા મણસો જેના નામ સરનામાની ખબર નથી તેઓએ આ કામના ફરિયાદીને લાલચ પ્રલોભન આપી પ્રથમ તેઓની સાથે વિશ્વાસ કેળવી ફરિયાદીએ આરોપીને આપેલ ભુસાના રૂપીયા ૫૦,૦૦૦/- આપેલ જે ખરા હતા અને ફરીયાદીને બે ગણા પૈસા આપેલ હોવાથી વધારે રૂપીયા કમાવવાની લાલચ બતાવી ફરી પાસેથી આઠેક વખત ભુસુ ઉધારમાં ભરી લઇ જઈ તેના એક સાથે રૂ. ૫,૪૦,૫૦૦/-આપેલ જેમાં ૫૦૦ ના દરની કુલ નંગ,૧૦૮૧ બનાવટી ચલણી નોટો આપી આયોજન બધ્ધ કાવતરૂ ગોઠવી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસ ઘાત કરી આરોપી નંબર ૧ તથા તેની સાથેના બે ઇસમોએ આ બનાવટી ચલણી નોટો પોતે અથવા અન્ય કોઇ વ્યકિતિઓ પાસે બનાવડાવી જે નોટો ખોટી હોવાનું તેઓ જાણતા હોવા છતાં ફરીયાદીને સાચી નોટો હોવાનું જણાવી જાલી નોટો આપતા ફરીયાદીએ આરોપી નંબર ૧ ને તેના ફોન ઉપર જાણ કરતા ફરીયાદીને કહેલ કે, આ બાબતની જાણ કોઇને કરીશ તો તને મારા માણસો દ્વારા મારી નખાવીસ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય જે ગુનાની તપાસ અમોને સોપવામાં આવેલ હતી, જેથી શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ સદર ગુનાનો આરોપી અન્ય કોઇ આવો ગુનો ના કરે તે પહેલા આરોપીને તાત્કાલીક સૌધી કાઢી પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલ હતા જેથી C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ,જી, તેમની ટીમના માણસો સાથે સદર ગુનાની તપાસ કરી આરોપી વિરૂધ્ધના પુરાવા મળી આવતા આ ગુનાના મુખ્ય આરોપી અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી નાઓએ ગુનો કરવામાં જે મોબાઇલ નંબર ૯૦૨૩૧૭૩૭૩૧ તથા ૭૫૩૨૮૩૩૩૩૩ નો ઉપયોગ કરેલ હોય જે મોબાઇલ નંબર અંગેની તપાસ કરતા બન્ને ફોન નંબર અન્ય કોઇ વ્યકતીના નામે આરોપીએ લીધેલા હોય જેથી મોબાઇલ નંબરના કાર્ડ ધારકોની તપાસ વડોદરા તથા ગોધરા ખાતે કરવામાં આવેલ અને આરોપીને રહેણાક વડોદરા છાણી ખાતે હોવાનુ જણાઇ આવેલ જેથી વડોદરા છાણી વિસ્તારમાં તપાસ કરતા આરોપી પોતાનું મકાન વડોદરા પ્રસાંતી ગ્રીન્સ સોસાયટી સોખડા રોડ છાણી વિસ્તારમાં રહેતો હોવાની હકીકત મળેલ જેથી તે જગ્યાએ તપાસ કરતા આરોપી પોતાનો ફ્લેટ વેચી નાખી અન્ય કોઇ જગ્યાએ રહેવા જતા રહેલા હોવાનું પ્રસાંતી ગ્રીન્સ સોસાયટીમાંથી જાણવા મળેલ ત્યાર બાદ વડોદરા તથા ગોધરા ખાતે ટીમના માણસો સાથે સધન તપાસ કરવામાં આવેલ અને અંગત વ્યકતીઓ ઉભા કરી આરોપી અંગેની હકીકત મેળવવામાં આવેલ અને મોડી રાતનો સમય થઇ જતા વડોદરા ખાતે અંગત વ્યકતીથી તથા ટેકનીલ વિભાગની મદદ લઇ માહીતી હકીકત મળેલ કે, અનિલ ઉર્દુ એન્થોની મુલચંદ ગંગવાણી, મેસાપુરા ગામ તા. વડોદરા તરફ પોતાની સ્વીફ્ટ ગાડી લઇને જતો જોવામાં આવેલ જેથી એસ.ઓ.જી. ટીમના માણસો સાથે ખાનગી તથા સરકારી વાહનમાં મેસાપુરા ગામની કેનાલ તરફ જતા એક સફેદ કલરની સ્વીફ્ટ કાર કેનાલથી વાડી વિસ્તારમાં જતી જોવામાં આવેલ જેથી તેનો પીછો કરેલ અને ગાડીમાં આરોપી અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી હોવાનું જણાય આવેલ જેથી સરકારી વાહનને રસ્તો
બદલીને સ્વીફટ ગાડીની સામે આવે તે રીતે આવવા સુચના કરેલ અને વાડી વિસ્તારના રસ્તામાં આરોપી પોતાની સ્વીફટ કાર સાથે ખાનગી તથા સરકારી વાનની વચ્ચે આવી જતા ગાડીમાંથી ઉતરી બાજુની વાડી વિસ્તારમાં ભાગેલ પરંતુ વાડીના સેઢા ઉપર લોખંડના તારની ફેન્સીંગ કરેલ હોય તે કુદીને ભાગવા જતા આરોપીને પગના ભાગે તથા શરીર ઉપર લોખંડના તારથી ઇજાઓ થવા છતા આરોપી ભાગવા તથા એસ.ઓ.જી. ટીમના સ્ટાફના માણસોએ ભેગા મળી કોર્ડન કરી આરોપીને પકડી પાડવામાં આવેલ છે આરોપીએ પોતાના સાગરીતો સાથે ઉપરોકત ગુનો કરેલ હોવાની કબુલાત કરેલ છે આરોપી ગેંગના વધુ માણસોને પકડવા માટે ચક્રો ગતીમાન કરેલ છે અને ગુનાની તપાસ ચાલુ છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

