ગાઝીયાબાદ
હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જેમાં દિયરે પોતાની વિધવા ભાભીના માથા પર હથોડાના પ્રહાર કરીને ક્રુરતાપૂર્વક હત્યા કરી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે મહિલાના ત્રણ બાળકો છે અને ૧૧ મહિના પહેલા તેના પતિનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલામાં આરોપી દિયરની ઓળખ અભિષેક તરીકે થઇ છે. આ ઘટનામાં પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. મૃતક મહિલાનું નામ ટિ્વન્કલ (૨૩ વર્ષ) છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેના ભાભી રાતના સમયે અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હતી. જે ઘરમાં કોઇને પસંદ ન હતું. ઘણી વખતે તેણે પોતાની ભાભીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેણે કોઇની વા સાંભળી ન હતી. આ વાતને લઇને ઘરમાં ઘણી વખત વિવાદ થતો હતો. આ ઘટના ગાજિયાબાદના લોનીમાં બની છે. આરોપી દિયરને શંકા હતી કે તેના ભાભીનું કોઇ યુવક સાથે પ્રેમ પ્રકરણ છે. મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ આરોપી અભિષેક હથોડો લઇને પોતાની ભાભીના રૂપમાં ઘુસી ગયો હતો અને તેના માથા પર પ્રહાર કરીને મોતને ઘાટ ઉતારી હતી. પરિવારજનો પાસે મળેલી જાણકારી પ્રમાણે આરોપીના મોટા ભાઇ ગૌરવ અને ટિ્વન્કલના લગ્ન સપ્ટેમ્બર ૨૦૧૭માં થયા હતા. લગભગ ૧૧ મહિના પહેલા મુરાદાનગરમાં એક રોડ અકસ્માતમાં ગૌરવનું મોત થયું હતું. જે પછી ટિ્વન્કલ પોતાના ત્રણ બાળકો સાથે પોતાના સાસરિયામાં જ રહેતી હતી. પતિના મોત પછી આરોપી દિયર સતત પોતાની ભાભીને શકની નજરે જાેતો હતો. તેને શંકા હતી કે ભાભી કોઇ સાથે ફોન પર વાત કરે છે. જેને કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં ઉપયોગ કરેલો હથોડો પણ જપ્ત કર્યો છે. પોલીસ ઇન્સ્યોરન્સ એંગલથી પણ તપાસ કરી રહી છે.

