ગિરગઢડા
ભરત ગંગદેવ…
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ચાલુ સીરીઝ GJ-32-V તેમજ જુની સીરીઝ GJ-32-T,U, તેમજ દ્વિ-ચક્રીય વાહનોની ચાલુ સીરીઝ GJ-32-M,N,P,Q,R,AB, તથા જુની સીરીઝ GJ-32-H,J,L તેમજ ફોરવ્હીલ વાહનોની ચાલુ સીરીઝ GJ-32- K,AA તથા જુની સીરીઝના GJ-32-B માટેના પસંદગીના નંબરોની હરાજી કરવામાં આવનાર છે. આ હરાજી તા. ૨૧/૦૫/૨૦૨૨ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.
તા. ૧૬-૦૫-૨૦૨૨ થી ૧૮-૦૫-૨૦૨૨ સુધીમાં ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૯-૦૫-૨૦૨૨ અને ૨૦-૦૫-૨૦૨૨ ના રોજ ઓક્સનનુ બિડિંગ ઓપન થશે અને ઓકશન તા.૨૧-૦૫-૨૦૨૨ નાં રોજ ખોલવામાં આવશે. તેમજ જે વાહન માલીક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દીવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે. મુદત વિત્યા બાદ મળેલી અરજીઓ રદ કરવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.


