Gujarat

કોડીનાર ખાતે ૧૧મા ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધામાં ઉતીર્ણ થયેલ ખેલાડીઓ રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

    ગિરગઢડા
    ભરત ગંગદેવ  .
  જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી, ગીર સોમનાથ દ્વારા ૧૧મા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષા એથ્લેટીકસ સ્પર્ધા તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ ભાઈઓ તથા તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજ બહેનો નું આયોજન સોમનાથ એકેડેમી, કોડીનાર મુકામે યોજાયેલ હતું જેમાં આશરે ૩૨૫ જેટલા ભાઈઓ અને ૨૬૦ જેટલી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ આગમી દિવસોમાં યોજાનાર રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આ સ્પર્ધા દરમ્યાન કોડીનાર તાલુકાના PI  અશોક મકવાણા, જિલ્લા રમત વિકાસ અધિકારી, કોચ  કાનજીભાઈ ભાલીયા, કોડીનાર સર્કલ ASI  વિજયભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ  વરજાંગભાઈ વાળા, સોમનાથ એકેડેમી પ્રમુખ  કરસનભાઈ સોલંકી, સ્પોર્ટ્સ ડાયરેક્ટર દીપસિંહ દાહિમા, કરસનભાઈ બારીયા, નરેશભાઈ ગોહિલ, કનકભાઈ ખેર અને જિલ્લાના તમામ કોચ, વ્યાયામ શિક્ષકો અને ટ્રેનર વગેરેએ અભિનદન પાઠવ્યા હતા.

IMG-20220512-WA0470.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *