Gujarat

ગીરગઢડા પોલીસે યુવાનને ઢોરમારી રૂ. ૫૦ હજારની માંગણી કરી કોઇને ફરીયાદ કરીશ તો અન્ય મોટા ગુન્હામાં ફીટ કરી દેવા ધમકી..

બુટલેગરે યુવાન પાસે દારૂની બુગીયા ફેકી ચાલ્યો જતાં પોલીસે યુવાનને ઢોરમાર મારી ફરીયાદ કરી.

ઊના – ગીરગઢડા પોલીસે પાનની દુકાનમાં નોકરી કરતો યુવાન પાસે બુટલેગર દેશીદારૂની બુગીયા ફેકી ચાલ્યો જતાં ગીરગઢડા પોલીસ કર્મચારીએ યુવાનને ઢોર મારમારી કોઇને ફરીયાદ કરીશ તે અન્ય ગુન્હામાં સંડોવી દેવા ધમકી આપતા આ બાબતે યુવાનએ ડીજીપી ગાંધીનગરને લેખિત રજુઆત કરી ગીરગઢડામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મી સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ કોડીનારના વિઠલપુર ગામે રહેતો ભાવસિંહ વસરામભાઇ વાઢેર ડોળાસા ગામે પાનની દુકાનમાં નોકરી કરતો હોય અને તા.૨૨ ફેબ્રુ.ના રોજ ડોળાસા થી બોડીદર-સોનપરા થઇ પોતાના ગામે વિઠલપુર જતા હતો. ત્યારે સોનપરા ગામે બુટલેગર પ્રતાપ દેવશી ખસીયાએ દેશી દારૂની બુગીયા પોતાની પાસે ફેકી ચાલ્યો ગયેલ એ વખતે ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા હિતેષ નોંધણભાઇ બારડ તેમજ વિક્રમ હમીરભાઇ ઓડેદરા આવી જતાં આ દારૂ તારો છે તેમ કહી યુવાનને લાકડી તેમજ ઢીકા પાટુથી ઢોર મારમારી શરીરના પાછળના ભાગે કાળા ધાબા પાડી દિધેલ. અને ૪૮ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખેલ અને તારે છુટવુ હોય તો રૂ.૫૦ હજાર આપવા પડશે. ત્યારે ખીસામાં રહેલા રોકડ રૂ.૮૫૦૦ લઇ લીધેલ. અને મોબાઇલ પણ જુટલી લીધેલ. આ બાબતે કોઇને ફરીયાદ કરીશ તો તને અને તારા માસાને અન્ય ગંભીર ગુન્હામાં સંડોવી દેવાની ધમકી આપતા આ બાબતે યુવાનએ ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા બે કર્મચારી સામે પગલા લેવામાં નહી આવે તો નાછુટકે ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદ કરવાની ફરજ પડશે તેવી લેખિત રજુઆત સાથે સીસીફુટેલ વિડીયો સાથે ગાંધીનગર ડી જી પી ને કરી માંગણી કરેલ છે. ગીરગઢડા પોલીસે ભાવસિંહ વસરામભાઇ વાઢેર સામે ૧૦ બુગીયા દારૂ સાથે ફરીયાદ નોધેલ હતી.

-યુવાનને-ઢોરમારી-રૂ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *