Gujarat

ઊનાના સૈયદ રાજપરામાં પ્રા.આરોગ્ય કેન્દ્ર ફાળવવા માંગ…

ઊનાના સૈયદ રાજપરા ગામના લોકોના આરોગ્ય સેવા માટે આરોગ્ય સબ સેન્ટર આવેલ છે. આ આરોગ્ય  સબ સેન્ટશ નવાબંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલીત હોય જે સૈયદ રાજપરા ગામથી આશરે ૨૫ કિ.મી. દૂર નવાબંદર ગામ આવેલું હોય જેના કારણે ગામમાં નાની બિમારીના દર્દીઓને સારવાર માટે દૂર સુધી જવુ પડે છે. તેમજ દર્દીઓને ખાનગી હોસ્પીટલનો સહારો નાછુટકે લેવો પડતો હોય છે. આથી સૈયદ રાજપરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તેમજ સૈયદ રાજપરા આરોગ્ય સબ સેન્ટર દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સલગ્ન કરી દેવામાં આવે તો લોકોને મુશ્કેલી હળવી થઇ જાય તેમ છે. જોકે નવાબંદર જવા માટે સમયસર વાહન મળવુ મુશ્કેલ હોય અને દેલવાડા ગામ થઇનેજ જવુ પડે છે. તેથી દેલવાડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સમાવેશ કરવામાં આવે તો આરોગ્ય બાબતની તમામ સમસ્યાનું નિરાકણ આવે તેમ હોય આ બાબતે તાત્કાલીક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઇ કામળીયાએ આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગને લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *