Gujarat

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં જૂનાગઢ જિલ્લાના મહામંત્રી તરીકે કેશોદ સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ દિપેનભાઈ અટારાની વરણી.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સરકારશ્રીની માન્યતા પ્રાપ્ત કરેલ રાજ્યનું એકમાત્ર મહામંડળ છે જેમાં રાજ્યના તમામ કર્મચારી મંડળને આવરી લેવામાં આવ્યા છે. તાજેતરમાં તા.૨૯-૦૭-૨૦૨૨ ના રોજ મહામંડળના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુસર જિલ્લા કક્ષાના હોદ્દેદારોની વરણી કરી જવાબદારી સોંપવાનો હુકમ કરેલ છે. જેમાં, જૂનાગઢ જિલ્લાના કન્વિંનર (જિલ્લા પ્રમુખ) તરીકે શ્રી ભીખુભાઈ બંધિયા અને સહ કન્વિંનર તરીકે શ્રી દિપેનભાઇ અટારા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ, કેશોદનાઓની વરણી કરવામાં આવેલ છે. આ તકે જૂનાગઢ જિલ્લાના તમામ કર્મચારી મંડળ દ્વારા કર્મચારીના પ્રશ્નોને વાચા આપશે તેવી આશા સહ શુભેચ્છા પાઠવવામાં આવી.
રિપોર્ટર નરેશ રાવલીયા કેશોદ

IMG-20220801-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *